Not Set/ દિવાળી પર આ રીતે નારીયેળનો હલવો બનાવશો તો લોકો ચાટશે આંગળા

અમદાવાદ, દિવાળી પર કંઇક મીઠું ખાવું હોય તો તમે નારિયેળનો હલવો બનાવી શકો છો. આમ પણ આ દિવસોમાં ઘણા લોકો આપણા ઘરે આવે છે, તો એવામાં તેમને તમારા હાથ વડે બનાવેલો નારિયેળનો હલવો ખવડાવશો તો તમને પણ સારું લાગશે. આ ખૂબ જલદી તૈયાર થઇ જાય છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેમાં સ્વાદ વધારવા […]

Food Lifestyle

અમદાવાદ,

દિવાળી પર કંઇક મીઠું ખાવું હોય તો તમે નારિયેળનો હલવો બનાવી શકો છો. આમ પણ આ દિવસોમાં ઘણા લોકો આપણા ઘરે આવે છે, તો એવામાં તેમને તમારા હાથ વડે બનાવેલો નારિયેળનો હલવો ખવડાવશો તો તમને પણ સારું લાગશે. આ ખૂબ જલદી તૈયાર થઇ જાય છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેમાં સ્વાદ વધારવા માટે તમારે તાજા ધીનો ઉપયોગ કરવો પડશે. આવો જાણીએ દિવાળી પર બનાવવા માટે નારિયેળનો હલવો કેવી રીતે બનાવાઇ છે.

કેટલા લોકો માટે – 3

તૈયારીમાં સમય- 15 મિનિટ

બનાવવામાં સમય- 15 મિનિટ

સામગ્રી-

1 કપ બારીક છિણેલું કોપરું

1/4 કપ કાજૂ

1/4 કપ બદામ

1/2 કપ ખાંડ

1/2 કપ પાણી થોડું કેસર

5 ચમચી ગરમ દૂધમાં પલાળેલું 4 ચમચી

રીત- – સૌથી પહેલા ગરમ પાણીમાં કાજૂ અને બદામને થોડીવાર સુધી પલાળી દો, જેથી બદામની છાલ નીકળી જાય અને કાજૂ મુલાયમ થઇ જાય. – ત્યારબાદ કાજૂ, બદામ અને છિણેલા નારિયેળને થોડા પાણીમાં ભેળવી વાટીને પેસ્ટ બનાવી લો. – હવે એક કઢાઇમાં ખાંડ અને પાણી મિક્સ કરી ધીમા તાપે સતત ચાલુ રાખી રાંધો. – જ્યારે આ મિશ્રણ ગાઢ થઇ જાય ત્યારે તેમાં છિણેલું નારિયેળ અને કાજૂની પેસ્ટ મિક્સ કરો. – પછી તેમાં કેસરવાળું મિશ્રણ મિક્સ કરો. – ઉપરથી ઘી નાખો અને સતત ચાલુ રાખો. – પછી ગેસ બંધ કરી દો અને ફરી એકવાર ચાલુ કરી તેને ગરમા ગરમ સર્વ કરો.