Not Set/ દેશમાં ૩૦ વર્ષની ઉંમર કરતા પહેલા શારીરિક સંબંધ બનાવનારાની સંખ્યા છે ૯૦ ટકા : સર્વે

નવી દિલ્હી, સરકાર દ્વારા કરવામાં આવેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS) ૨૦૧૫-૧૬માં એક ચોંકાવનારુ તથ્ય સામે આવ્યુ છે. આ સર્વેમાં જણાવવામાં આવ્યુ છે કે, દેશમાં ૩૦ વર્ષની ઉંમર કરતા પહેલા શારીરિક સંબંધ બનાવનારાની સંખ્યા ૯૦ ટકા જેટલી છે. આ સર્વેમાં દર્શાવવામાં આવ્યુ છે કે, પુરુષોએ પ્રથમ વખત શારીરિક સંબંધ ૨૦થી ૨૪ વર્ષની ઉંમરમાં બાંધ્યા છે. […]

Relationships
hands દેશમાં ૩૦ વર્ષની ઉંમર કરતા પહેલા શારીરિક સંબંધ બનાવનારાની સંખ્યા છે ૯૦ ટકા : સર્વે

નવી દિલ્હી,

સરકાર દ્વારા કરવામાં આવેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS) ૨૦૧૫-૧૬માં એક ચોંકાવનારુ તથ્ય સામે આવ્યુ છે. આ સર્વેમાં જણાવવામાં આવ્યુ છે કે, દેશમાં ૩૦ વર્ષની ઉંમર કરતા પહેલા શારીરિક સંબંધ બનાવનારાની સંખ્યા ૯૦ ટકા જેટલી છે.

આ સર્વેમાં દર્શાવવામાં આવ્યુ છે કે, પુરુષોએ પ્રથમ વખત શારીરિક સંબંધ ૨૦થી ૨૪ વર્ષની ઉંમરમાં બાંધ્યા છે. તેમજ મહિલાઓના મામલામાં આ ઉંમર ૧૫થી ૧૯ વર્ષ હતી. ઉંમરમાં આ અંતર છોકરા અને છોકરીની લગ્નની ઉંમરના હિસાબથી છે.

આ મામલામાં શિક્ષણનો રોલ સૌથી મોટો છે. ઉચ્ચ શિક્ષણ માટે લોકોએ વધુ સમય સુધી કોલેજમાં ભણવા માટે હોસ્ટેલમાં રોકાવુ પડતુ હોય છે અને તેમના લગ્ન બાદમાં થતા હોય છે. જેથી તેમના શારીરિક સંબંધ બનાવવાની ઉંમર પણ બદલાઈ જાય છે.

સર્વેમાં એ પણ તથ્ય સામે આવ્યું છે કે, ઉત્તર ભારતીયોની સેક્સ લાઈફ દક્ષિણ ભારતીયોની સરખામણીમાં વધુ સંતુલિત છે. ભારતમાં લગ્ન પહેલા સંબંધને હજી પણ વર્જિત માનવામાં આવે છે. ૧૫થી ૨૪ વર્ષની ઉંમરના ૧૧ ટકા પુરુષ અને ૨ ટકા મહિલા જ લગ્ન પહેલા સંબંધ બનાવી શક્યા હતા. જાકે છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં આ આંકડો ક્રમશઃ ૨૧.૧ ટકા અને ૨૦.૭ ટકા છે.