Not Set/ અનેક રોગ ભગાડી શકે છે આ અનોખી ચા, પંદર દિવસ પીવાથી ઘટી જશે વજન

અમદાવાદ, જો તમને ડાયાબીટીસ,અનિદ્રાની સમસ્યા છે કે પછી વધારે વજનથી પરેશાન છો.તો આજે અમે તમને એક અનોખો ઉપાય બતાવવા જઇ રહ્યાં છીએ.જાણીને તમારૂ મોઢુ વાંકુ થઇ શકે પરંતું ડુંગળીની ચા પીવાથી ડાયાબીટીસ અને અનિદ્રામાંથી છુટકારો મળે છે એટલું જ નહીં પરંતું વજનમાં પણ ઘટાડો થઇ શકે છે.ડુંગળીની ચા પીવાથી હાઇ બીપીમાં પણ ફાયદો થઇ શકે […]

Health & Fitness Lifestyle
jqp અનેક રોગ ભગાડી શકે છે આ અનોખી ચા, પંદર દિવસ પીવાથી ઘટી જશે વજન

અમદાવાદ,

જો તમને ડાયાબીટીસ,અનિદ્રાની સમસ્યા છે કે પછી વધારે વજનથી પરેશાન છો.તો આજે અમે તમને એક અનોખો ઉપાય બતાવવા જઇ રહ્યાં છીએ.જાણીને તમારૂ મોઢુ વાંકુ થઇ શકે પરંતું ડુંગળીની ચા પીવાથી ડાયાબીટીસ અને અનિદ્રામાંથી છુટકારો મળે છે એટલું જ નહીં પરંતું વજનમાં પણ ઘટાડો થઇ શકે છે.ડુંગળીની ચા પીવાથી હાઇ બીપીમાં પણ ફાયદો થઇ શકે છે.

ડુંગળીમાં ક્વેરસેટિન નામનું પિગમેન્ટ હોય છે જેના અનેક ફાયદા છે. તે લોહીનો ગઠ્ઠો બનતા રોકે છે જેનાથી હાઇપરટેન્શનનો ખતરો ઓછો થાય છે. તે ઉપરાંત જો ઊંઘ ન આવવાની સમસ્યા હોય તો તેમાં પણ ડુંગળીની ચા બહુ જ ફાયદો કરાવે છે. પણ તમે કહેશો કે ડુંગળીની ચા બને કેવી રીતે?

તો આવો જાણીએ કેવી રીતે બને છે ડુંગળીની ચા..

ડુંગળીની ચા બનાવવા માટે સૌથી પહેલાં એક ડુંગળીને ધોઈને તેને ઝીણી સુધારો.

એક કપ પાણી લો.

પાણીમાં ડુંગળીના કાપેલા ટુકડાને નાખી તેને ઉકાળી લો.

ઉકાળેલા પાણીમાં લીંબુનો રસ અને ગ્રીન ટી મેળવો.

તે ઉપરાંત સ્વાદ માટે મધ પણ નાખી શકો છો.

તો આ સાથે તૈયાર છે તમારી સ્વાસ્થ્યવર્ધક ડુંગળીની ચા.

અભ્યાસમાં એવું સામે આવ્યું છે કે ડુંગળીની ચાનું સેવન કરવાથી ટાઇપ-૨ ડાયાબિટિસના રોગીઓને રાહત મળે છે. ડુંગળી ગ્લુકૉઝની પ્રક્રિયાને વધુ સારી કરીને ઇન્સ્યુલન્સ વધારવાનું કામ કરે છે જેનાથી આ પ્રકારના દર્દીઓને ફાયદો થાય છે.ડુંગળીના કારણે શરીર પરના સોજા ઓછા થાય છે અને બીપી કન્ટ્રોલમાં આવતા વજન પણ ઘટે છે. જો આ ચાને સતત બે અઠવાડિયા સુધી પીવામાં આવે તો તે શરીરની બધી ચરબીને દૂર કરી તમને સુડોળ પાતળું શરીર આપી શકે છે. પરિણામે તમારું વજન ઘટી શકે છે.

ડુંગળીની ચા કેન્સરના દર્દીઓને પણ લાભદાયક છે. કેન્સર જેવી ખતરનાક બીમારીઓમાં પણ ડુંગળીની ચાનું સેવન લાભદાયક હોય છે. તેમાં કેન્સરના કોષોને વધતા રોકવા અને કૉલૉન કેન્સરને ઠીક કરવાની ક્ષમતા હોય છે. ડુંગળીમાં ઓગળી શકે તેવા ફાઇબર હોય છે જે ત્વચા અને આંતરડાનાં ઝેરી તત્ત્વોને બહાર કાઢીને કેન્સરના કોષોને બનતા અટકાવે છે.જે લોકો સ્થૂળતાની સમસ્યાથી હેરાન છે તેવા લોકોએ પણ ડુંગળીની ચા પીવી જોઈએ.

ઘણા લોકોને અનિદ્રાની સમસ્યા હોય છે. ડુંગળીની ચા પીવાથી અનિદ્રાની સમસ્યામાં પણ રાહત મળી શકે છે. તેનાથી ઊંચું બીપી રહેતું હોય તો પણ તે ઓછું થઈ શકે છે તેમ આરોગ્ય નિષ્ણાતો માને છે.