Not Set/ વેજ સ્ટફ્ડ ચીઝી પીઝા બોલ, બનાવવાની રીત

સામગ્રી 1 કપ મેંદો 1 ટીસ્પૂન ઇનસ્ટંટ સૂકું ખમીર 1 ટેબલસ્પૂન જેતૂનનું તેલ 1 ટીસ્પૂન સાકર 1/2 ટીસ્પૂન સૂકા ઑરેગાનો 1/2 ટીસ્પૂન લસણની પેસ્ટ મીઠું (સ્વાદનુસાર) મેંદો (ઉપર છાંટવા માટે) 8 ટીસ્પૂન પીઝા સૉસ 8 ટીસ્પૂન ઝીણા સમારેલા રંગીન સિમલા મરચાં 8 મોઝરેલા ચીઝના ચોરસ ટુકડા 2 ટીસ્પૂન સૂકા ઑરેગાનો 1/2 ટેબલસ્પૂન દૂધ 1/2 ટીસ્પૂન મિક્સ સૂકા હર્બ્સ્ 1/2 ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્ 1/4 કપ ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ બનાવવાની […]

Food Lifestyle
aaa વેજ સ્ટફ્ડ ચીઝી પીઝા બોલ, બનાવવાની રીત

સામગ્રી

1 કપ મેંદો
1 ટીસ્પૂન ઇનસ્ટંટ સૂકું ખમીર
1 ટેબલસ્પૂન જેતૂનનું તેલ
1 ટીસ્પૂન સાકર
1/2 ટીસ્પૂન સૂકા ઑરેગાનો
1/2 ટીસ્પૂન લસણની પેસ્ટ
મીઠું (સ્વાદનુસાર)
મેંદો (ઉપર છાંટવા માટે)
8 ટીસ્પૂન પીઝા સૉસ
8 ટીસ્પૂન ઝીણા સમારેલા રંગીન સિમલા મરચાં
8 મોઝરેલા ચીઝના ચોરસ ટુકડા
2 ટીસ્પૂન સૂકા ઑરેગાનો
1/2 ટેબલસ્પૂન દૂધ
1/2 ટીસ્પૂન મિક્સ સૂકા હર્બ્સ્
1/2 ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્
1/4 કપ ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ

બનાવવાની રીત

એક બાઉલમાં સૂકું ખમીર, સાકર અને 2 ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી બાઉલને ઢાંકણ વડે ઢાંકીને 10 મિનિટ માટે બાજુ પર રાખો.

બીજા એક ઊંડા બાઉલમાં મેંદો, ખમીર-સાકરનું મિશ્રણ, ઓરેગાનો, જેતૂનનું તેલ, લસણની પેસ્ટ અને મીઠું મેળવીને જરૂરી હુંફાળા પાણી સાથે ગુંદીને નરમ કણિક તૈયાર કરો.

આ કણીકને મલમલના કપડા વડે ઢાંકી હુંફાળી જગ્યા પર 1 કલાક માટે બાજુ પર રાખો. 1 કલાક પછી કણિકને ફરીથી ગુંદીને સાફ સપાટ જગ્યા પર રાખીને 300 મી. મી. X 200 મી. મી. (12 x 8)ના લંબચોરસ આકારમાં વણી લો.

તે પછી ચપ્પુ વડે તેના 8 સરખા ભાગ પાડો. હવે એક ભાગને સાફ સૂકી જગ્યા પર રાખી તેની મધ્યમાં 1 ટીસ્પૂન પીઝા સૉસ મૂકો.

તે પછી તેની પર 1 ટીસ્પૂન જેટલા રંગીન સિમલા મરચાં મૂકો. તે પછી તેની પર મોઝરેલા ચીઝનો ટુકડો મૂકી ઉપર 1/4 ટીસ્પૂન ઑરેગાનો સરખી રીતે છાંટી લો.

હવે તેની દરેક બાજુઓ વાળીને બંધ કરી હલકા હાથે વાળીને ગોળ બોલ તૈયાર કરી લો. રીત ક્રમાંક ૬ થી ૯ મુજબ બીજા ૭ બોલ તૈયાર કરી લો.

આમ આ બધા બોલ્સને તેલ ચોપડેલી ૧૭૫ મી. મી. (7) વ્યાસની એલ્યુમિનિયમના ગોળ ટીનમાં મૂકી દો. આ ટીનને મલમલના કપડા વડે ઢાંકી હુંફાળી જગ્યા પર 30 મિનિટ સુધી બાજુ પર રાખો.

તે પછી મલમલનું કપડું કાઢીને દરેક બોલ પર બ્રશ વડે દૂધ લગાડી ઉપર સૂકા હર્બ્સ્, સૂકા લાલ મરચાંના ફ્લેક્સ અને છેલ્લે ચીઝ સરખી રીતે ભભરાવી લો.

હવે તેને આગળથી ગરમ કરેલા ઑવનમાં 200° સે (400° ફે)ના તાપમાન પર 20 થી 25 મિનિટ સુધી બેક કરી લો. તરત જ પીરસો.