Murder/ અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, કડીના યુવક પર લૂંટના ઇરાદે કર્યો હુમલો

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. કડીના વડુ ગામના યુવકની અમેરિકામાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. અમેરિકાના પેન્સિલવેનિયામાં નોકરી દરમિયાન સ્ટોર બંધ કરતા સમયે લૂંટારૂએ હુમલો કર્યો હતો

NRI News
a 223 અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, કડીના યુવક પર લૂંટના ઇરાદે કર્યો હુમલો

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. કડીના વડુ ગામના યુવકની અમેરિકામાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. અમેરિકાના પેન્સિલવેનિયામાં નોકરી દરમિયાન સ્ટોર બંધ કરતા સમયે લૂંટારૂએ હુમલો કર્યો હતો અને ગોળી મારીને હત્યા કરી હતી.

કડીના વડુ ગામના વતની અશોક અંબાલાલ પટેલ છેલ્લા 8 વર્ષથી અમેરિકાના પેન્સિલવેનિયામાં રહેતા હતા, તેમણે તાજેતરમાં જ નવી નોકરી શરૂ કરી હતી. નોકરી પૂર્ણ થયા બાદ સ્ટોર બંધ કરતા હતા તે સમયે લૂંટારૂએ હુમલો કર્યો હતો અને ગોળી મારીને હત્યા કરી હતી. મૃતક કડીના વડુ ગામનો વતની છે અને છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં રહેતો હતો. તાજેતરમાં જ તેણે આ નવી નોકરી શરૂ કરી હતી.

હેઝલટનના વેસ્ટ બ્રોડ સ્ટ્રીટ પર ક્રેગના ફૂડ માર્ટ પર ઘટનાની જાણ થતા જ પોલીસ પહોચી ગઇ હતી. પોલીસ ગોળી મારનારા શખ્સની ઓળખ કરી રહી છે. લુઝર્ન કાઉન્ટીના ડિસ્ટ્રીક્ટ એટર્ની સ્ટેફની સાલાવાન્ટીસે જણાવ્યુ, “શ્રી પટેલની હત્યા એક ક્રૂર અને હિંસક હુમલામાં કરવામાં આવી હતી. શ્રી પટેલે તેના હત્યારાને ઉશ્કેરવા માટે કઇ જ કર્યુ નહતું અને પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે કે શૂટર લૂંટના ઇરાદે સ્ટોરમાં ઘુસ્યો હતો અને પટેલ પર ગોળી ચલાવી હતી.”’

સુરત : 11 માળની બિલ્ડિંગ પરથી યુવકે લગાવી મોતની છલાંગ, સુસાઇડ પહેલા કર્યું કઇંક આવું કે…

જૂના વાડજમાં ભેખડ ધસી પડતાં મજૂરનું કમકમાટી ભર્યું મોત

કોરોનામાં અંતિમ સંસ્કાર નહીં કરવા દેવાના ભયે પરિવારે દીકરાના આપઘાતની જાણ ન કરતા થયું કંઇક આવું….

જોગડ ગામે બે અજગરના બચ્ચા જોવા મળ્યા ગ્રામજનોમાં ભયનો માહોલ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…