NRG/ અમેરિકાના શિકાગો શહેરમાં ગ્રાન્ડ દિવાળી સેલિબ્રેશન થયું

શિકાગો મેયર બ્રેન્ડન જ્હોન્સન, કોન્સ્યુલ જનરલ ઓફ ઇન્ડિયા સોમનાથ ઘોષ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા કોમ્યુનિટી લીડર્સ સામેલ થયા

NRI News
Indian American Business Council Grand Diwali celebration in Chicago USA અમેરિકાના શિકાગો શહેરમાં ગ્રાન્ડ દિવાળી સેલિબ્રેશન થયું

– ઈન્ડિયન અમેરિકન બીઝનેસ કાઉન્સિલ દ્વારા યોજાયો કાર્યક્રમ
– વિશાળ સંખ્યામાં ગુજરાતી પરિવારો દિવાળી ઉજવવા પહોંચ્યા
– મિઠાઈ વહેંચી તથા ભારતીય વ્યંજનોની જયાફત માણવામાં આવી

(સંજય ઘમન્ડે દ્વારા)

પ્રકાશના પર્વ દિવાળીની ભારત ઉપરાંત વિદેશમાં પણ ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. અમેરિકા ખાતે ઈન્ડિયન અમેરિકન બીઝનેસ કાઉન્સિલ દ્વારા ગ્રાન્ડ દિવાળી સેલિબ્રેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શિકાગો શહેરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શિકાગો શહેરના મેયર સહિત અનેક મહાનુભાવો અને ભારતીય પરિવારો હાજર રહ્યા હતા.

શિકાગો સિટી હોલ ખાતે ઈન્ડિયન અમેરિકન બીઝનેસ કાઉન્સિલ દ્વારા આયોજીત ગ્રાન્ડ દિવાળી સેલિબ્રેશનમાં શિકાગો મેયર બ્રેન્ડન જ્હોન્સન, કોન્સ્યુલ જનરલ ઓફ ઇન્ડિયા સોમનાથ ઘોષ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા કોમ્યુનિટી લીડર્સ સામેલ થયા હતા.

નેશનલ એન્થમ સાથે ઉજવણીનો પ્રારંભ
દિવાળીની ઉજવણીના કાર્યક્રમની શરૂઆત નેશનલ એન્થમથી કરવામાં આવી હતી. દિપ પ્રાગટ્ય સાથે ભક્તિ ગીત-સંગીતની રજૂઆત પણ કરવામાં આવી હતી.

મેયરના હસ્તે મિઠાઈ વહેંચાઈ
શિકાગોના મેયર બ્રેન્ડન જ્હોન્સનના હસ્તે દિવાળી ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવો અને મહેમાનોને મિઠાઈનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

ભારતીય વ્યંજનો માણ્યા
આ ગ્રાન્ડ દિવાળી સેલિબ્રેશન કાર્યક્રમમાં શિકાગો તથા આસપાસના વિસ્તારોમાં વસતા ભારતીયો અને ગુજરાતી પરિવારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સહુએ એકબીજાને દિવાળીની શુભકામના પાઠવી હતી અને ભારતીય વ્યંજનો માણ્યા હતા.


Follow us on : Facebook | Twitter | WhatsApp | Telegram | Instagram | Koo | YouTube
Download Mobile App : Android | IOS