NRG/ અમેરિકામાં ગુજરાતી હોટેલિયર તરણ પટેલનું એવોર્ડથી સન્માન

AAHOA ના નોર્થવેસ્ટ રીજીયન ડિરેક્ટર તરીકે પણ સેવા આપે છે તરણ પટેલ

NRI News
Taran Patel being named the 2023 Lodging Operator of the Year by ORLA અમેરિકામાં ગુજરાતી હોટેલિયર તરણ પટેલનું એવોર્ડથી સન્માન

– હોસ્પિટાલિટી અને કોમ્યુનિટીમાં વિશેષ યોગદાન બદલ 2023 લોજિંગ ઓપરેટર ઓફ ધ યર એવોર્ડ અપાયો
–  AAHOA ના નોર્થવેસ્ટ રીજીયન ડિરેક્ટર તરીકે પણ સેવા આપે છે તરણ પટેલ
– હોટેલ-મોટેલ સંચાલકોની સંસ્થા AAHOA માં ગુજરાતીઓનો દબદબો

(સંજય ઘમન્ડે દ્વારા)

અમેરિકામાં હોસ્પિટાલિટી બીઝનેસ સાથે સંકળાયેલા યુવા ઉદ્યોગ સાહસિક અને મૂળ ગુજરાતી એવા તરણ પટેલનું હોસ્પિટાલિટી અને કોમ્યુનિટીમાં વિશેષ યોગદાન બદલ 2023 લોજિંગ ઓપરેટર ઓફ ધ યર એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે.

તરણ પટેલ એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિએશન (AAHOA ના નોર્થવેસ્ટ રીજીયન ડિરેક્ટર તરીકે પણ સેવા આપે છે તરણ) સંસ્થામાં નોર્થવેસ્ટ રીજીયન ડિરેક્ટર તરીકે પણ સેવા આપે છે.

તરણ પટેલ વોશિંગ્ટન ખાતે આવેલ એ-1 હોસ્પિટાલિટી ગ્રુપના મેનેજિંગ પ્રિન્સિપલ છે. એ-1 હોસ્પિટાલિટી ગ્રુપની સ્થાપના 1997માં વિજય અને મીતા પટેલ દ્વારા કરવામાં આવી હતી.

વિશેષ યોગદાન બદલ પોંખાયા
તાજેતરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ઓરેગન રેસ્ટોરન્ટ એન્ડ લોજિંગ એસોસિએશન દ્વારા હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી તથા કોમ્યુનિટીમાં તેમના વિશેષ યોગદાન બદલ તરણ પટેલને 2023 લોજિંગ ઓપરેટર ઓફ ધ યર એવોર્ડથી પોંખવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે અમેરિકામાં હોટેલ-મોટેલ વ્યવસાયમાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી ઉદ્યોગ સાહસિકોનો દબદબો છે.


Follow us on : Facebook | Twitter | WhatsApp | Telegram | Instagram | Koo | YouTube
Download Mobile App : Android | IOS