એક તરફ, અમેરિકામાં ભારતીય મૂળની કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ બનવા તરફ છે અને બીજી તરફ, અહીથી હજારો કિલોમીટર દૂર ન્યૂઝીલેન્ડને પ્રથમ ભારતીય મંત્રી મળી ગયા છે. ભારતમાં જન્મેલા પ્રિયંકા રાધાકૃષ્ણનને સોમવારે વડા પ્રધાન જેસિંડા આર્ડ્રેનનાં મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે.
પ્રિયંકાને આર્ડ્રેનનાં મંત્રીમંડળમાં વિવિધતા, સમાવિષ્ટ અને જાતિવાદી સમુદાયોનાં વિભાગનાં મંત્રી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત તે સામાજીક વિકાસ અને રોજગાર વિભાગનો હોદ્દો પણ સંભાળશે અને તે આ મંત્રાલયમાં સહાયક મંત્રીની ભૂમિકામાં રહેશે. આ ઘોષણાની સાથે જ તેમના પરિવારમાં ખુશીનો માહોલ છે. આપને જણાવી દઇએ કે, તેમણે સતત ઘરેલુ હિંસા પીડિત મહિલાઓ અને શોષિત પરપ્રાંતિય મજૂરો જેવા લોકોનો અવાજ ઉઠાવ્યો હતો, જેમનો અવાજ ઘણી વાર સાંભળવામાં આવતો નથી. 41 વર્ષની પ્રિયંકાનો જન્મ ચેન્નઇમાં થયો હતો. સ્કૂલ સુધી તેમણે સિંગાપોરમાં અભ્યાસ કર્યો હતો. આ પછી તે વધુ અભ્યાસ માટે ન્યૂઝીલેન્ડ ચાલ્યા ગયા હતા. તેમના દાદા કોચ્ચિમાં ડોક્ટર હતા અને કમ્યુનિસ્ટ પણ હતા.
ન્યૂઝીલેન્ડમાં તાજેતરની સામાન્ય ચૂંટણીઓમાં લેબર પાર્ટીની જેસિકા આર્ડ્રેન ભારે બહુમતીથી જીતીને સત્તા પર પરત ફર્યા છે. નવા ચૂંટાયેલા વડા પ્રધાન જેસિકા આર્ડ્રને તેમના પ્રધાનમંડળમાં ભારતીય મૂળનાં પ્રિયંકા રાધાકૃષ્ણનને સ્થાન આપ્યું છે. પ્રિયંકા ન્યૂઝીલેન્ડનાં કોઈપણ કેબિનેટમાં જોડાનાર પ્રથમ ભારતીય મહિલા છે. મૂળ કેરાલાની રહેતી પ્રિયંકા રાધાકૃષ્ણનનું સ્કૂલનું શિક્ષણ સિંગાપોરથી થયું હતું. પ્રિયંકા રાધાકૃષ્ણન ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ પૂરો કર્યા પછી વકીલ બન્યા હતા.
તેમણે ઘરેલું હિંસાનો ભોગ બનેલી મહિલાઓ, પરપ્રાંતિય મજૂરો અને મજૂરોનું શોષણ થવાનો અવાજ ઉઠાવ્યો પ્રિયંકાએ આ સમયગાળા દરમિયાન રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને સપ્ટેમ્બર 2017 માં પ્રથમ વખત લેબર પાર્ટી તરફથી ન્યૂઝીલેન્ડ સંસદ માટે મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ પસંદ કરાયા. વર્ષ 2019 માં, વિવિધ વંશીય સમુદાયો માટે પ્રિયંકા રાધાકૃષ્ણનને સંસદીય ખાનગી સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.