Not Set/ લિયોનેલ મેસીએ બલોન ડી’ઓર એવોર્ડ 7 વાર જીતીને રચ્યો ઇતિહાસ

આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસીએ ફરી એકવાર બેલોન ડી’ઓર એવોર્ડ જીત્યો છે. મેસ્સીએ રેકોર્ડ સાતમી વખત આ એવોર્ડ જીત્યો છે.

Top Stories Sports
footballer લિયોનેલ મેસીએ બલોન ડી'ઓર એવોર્ડ 7 વાર જીતીને રચ્યો ઇતિહાસ

આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસીએ ફરી એકવાર બેલોન ડી’ઓર એવોર્ડ જીત્યો છે. મેસ્સીએ રેકોર્ડ સાતમી વખત આ એવોર્ડ જીત્યો છે. 34 વર્ષીય મેસ્સીએ પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને બેયર્ન મ્યુનિકના સ્ટાર રોબર્ટ લેવાન્ડોસ્કીને પાછળ છોડીને આ એવોર્ડ જીત્યો હતો. અગાઉ મેસ્સીએ વર્ષ 2009, 2010, 2011, 2012, 2015 અને 2019માં બેલોન ડી’ઓર એવોર્ડ જીત્યો હતો. અન્ય કોઈ ખેલાડીએ આટલી વખત આ એવોર્ડ જીત્યો નથી.

મેસ્સી બાદ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ સૌથી વધુ વખત બલોન ડી’ઓર એવોર્ડ જીત્યો છે. રોનાલ્ડોએ વર્ષ 2008, 2013, 2014, 2016, 2017માં આ એવોર્ડ જીત્યો હતો. આ સિવાય જોહાન ક્રુઇફ, માઇકલ પ્લેટિની, માર્કો વેન બાસ્ટેન 3-3 વખત અને ફ્રેન્ચ બેકનબાઉર, રોનાલ્ડો નાઝારિયો, આલ્ફ્રેડો ડી સ્ટેફાનો, કેવિન કીગન, કાર્લ હેન્ઝે 2-2 વખત આ એવોર્ડ જીત્યા છે.

બલોન ડી’ઓર એવોર્ડ્સ ફ્રેન્ચ ફૂટબોલ મેગેઝિન બેલોન ડી’ઓર દ્વારા આપવામાં આવે છે. આ એવોર્ડ દર વર્ષે ક્લબ અને રાષ્ટ્રીય ટીમમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીને આપવામાં આવે છે. તેની શરૂઆત વર્ષ 1956માં થઈ હતી, જ્યારે આ એવોર્ડ સ્ટેનલી મેથ્યુઝને પ્રથમ વખત આપવામાં આવ્યો હતો. ત્યારથી તે દર વર્ષે આપવામાં આવે છે. ત્રણ વર્ષ પહેલા એટલે કે 2018થી મહિલા ફૂટબોલરોને પણ આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.