Mehsana news/ મહેસાણાના ડભોડા રોડ પરથી 7 લાખના દારૂ સાથે 11.52 લાખનો મુદ્દામાલ કબજે

SMCએ એક આરોપીની ધરપકડ કરી, ચાર આરોપી ફરાર

Gujarat

Mehsana News : મહેસાણામાં મોટા છડા-ડભોડા રોડ પર અબુબકર મોમાજીભાઈના ફાર્મ પાસે કારમાં દારૂનો જથ્થો લઈ જવાતો હોવાની માહિતી SMC (સ્ટેટ મોનીટરિંગ સેલ)ના અધિકારીઓને મળી હતી. જેને આધારે પોલીસે કાર અટકાવી હતી. જેમાંથી પોલીસે રૂ. 7,40,936 ની કિંમતની 1412 દારૂની બોટલો કબજે કરી હતી.

તે સિવાય પોલીસે બે મોબાઈલ, રોકડ રકમ અને બ્રેઝા કાર વગેરે મળીને કુલ રૂ. 11,52,186 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ કેસમાં સિરોહીના આબુ રોડ ખાતે રહેતા મહીપતસિંહ કે ડાભીની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય ચાર ફરાર આરોપીની શોધ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ સતલાસણા પોલીસ સ્ટેશન કરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો

આ પણ વાંચો: મારા મરવા પાછળ અનિરુદ્ધસિંહ જાડેજાનો હાથ: અમિત ખૂંટ

આ પણ વાંચો: રાજકોટમાં અમિત ખૂંટ આપઘાત કેસ, પૂજાનો દારૂની મહેફિલ માણતો વીડિયો વાયરલ