Not Set/ પીજીઆઈ ચંડીગઢમાં જીવંત નવજાતને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું, તપાસ શરૂ

દેશની શ્રેષ્ઠ તબીબી સંસ્થાઓમાંની એક પીજીઆઈ ચંદીગઢમાં એક મોટી બેદરકારી જોવા મળી છે. પીજીઆઈ ખાતે 24 અઠવાડિયાનાં જીવંત નવજાતને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ હાઉસનાં કર્મચારીએ જ્યારે નવજાતને જોયુ તો તે શ્વાસ લઈ રહ્યો હતો. ત્યારબાદ આ મામલે ગાઇનેકનાં વિભાગને જાણ કરવામાં આવી હતી. શરૂઆતમાં, વિભાગે જીવંત નવજાતને લેવાની ના પાડી હતી, પરંતુ બાદમાં […]

Top Stories India
nicu newborn પીજીઆઈ ચંડીગઢમાં જીવંત નવજાતને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું, તપાસ શરૂ

દેશની શ્રેષ્ઠ તબીબી સંસ્થાઓમાંની એક પીજીઆઈ ચંદીગઢમાં એક મોટી બેદરકારી જોવા મળી છે. પીજીઆઈ ખાતે 24 અઠવાડિયાનાં જીવંત નવજાતને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ હાઉસનાં કર્મચારીએ જ્યારે નવજાતને જોયુ તો તે શ્વાસ લઈ રહ્યો હતો. ત્યારબાદ આ મામલે ગાઇનેકનાં વિભાગને જાણ કરવામાં આવી હતી.

શરૂઆતમાં, વિભાગે જીવંત નવજાતને લેવાની ના પાડી હતી, પરંતુ બાદમાં નવજાતને તેમણે પાછો લઇ લીધો હતો. આ પછી, તેનો લગભગ 12 કલાક શ્વાસ ચાલ્યો હતો. ડોકટરોની આ ગંભીર અવગણનાથી પીજીઆઈ વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. પીજીઆઈનાં કાર્યકારી પ્રવક્તાનું કહેવું છે કે આ પ્રકારનો કિસ્સો અમારા ધ્યાનમાં આવ્યો છે, જેની તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે, નિષ્ણાતો કહે છે કે નવજાતનો સંપૂર્ણ વિકાસ થયો જ ન હતો.

નયગાંવ દશમેશ નગરમાં રહેતા સંતોષ કુમારે જણાવ્યું હતું કે, તેમની પાંચ મહિનાની સગર્ભા પત્નીની સારવાર સેક્ટર 45 નાં દવાખાનામાં કરવામાં આવી રહી હતી. અલ્ટ્રાસાઉન્ડમાં બાળકને મુશ્કેલી હોવાનું સામે આવ્યુ હતું. પીજીઆઈ ખાતે તપાસ કરતાં જાણવા મળ્યું કે બાળકને કરોડરજ્જુનો ગંભીર રોગ છે. જન્મ લીધા પછી, તે ફક્ત બેથી ત્રણ વર્ષ જીવી શકે તેમ છે. જો કે હાલમાં આ મામલે તપાસ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.