કોલંબોઃ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટેસ્ટની શ્રેણીની બીજી મેચમાં આજે બીજા દિવસે ભારતે પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી લીધી છે. ભારતે શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાં 9 વિકેટે 622 રન બનાવી પ્રથમ ઇનિંગ્સ ડિકલેર કરી છે. ભારત તરફથી શિખર ધવન 37 બોલમાં 35 રન, લોકેશ રાહુલ 82 બોલમાં 57 રન, વિરાટ કોહલી 29 બોલમાં 13 રન, ચેતેશ્વર પુજારા 232 બોલમાં 133 રન, અજીન્ક્ય રહાણે 222 બોલમાં 132 રન, રવિચ્ન્દ્ર અશ્વિન 92 બોલમાં 54 રન , વ્રીદ્ધિમાન સાહા 134 બોલમાં 67 રન, હાર્દિક પંડયા 20 બોલમાં 20 રન, મોહમ્મદ શામી 8 બોલમાં 18 રન બનાવી આઉટ થઇ ગયેલ છે. જયારે ભારત તરફથી રવીન્દ્ર જાડેજા 70 અને ઉમેશ યાદવ 8 રન બનાવી અણનમ રહ્યાં હતા.
શ્રીલંકા તરફથી રંગના હેરાથે 4 વિકેટ, મલિંદા પુષ્પકુમારા 2 વિકેટ લીધી હતી.
શ્રીલંકાની પ્રથમ ઇનિંગ
શ્રીલંકાની પ્રથમ ઇનિંગ શરૂઆત ખરાબ રહી હતી. શ્રીલંકાએ 20 ઓવરમાં 2 વિકેટે 50 રન બનાવી લીધો છે. શ્રીલંકા તરફથી થરંગા 0 રન, કરુનારતને 25 રને આઉટ થઈ ગયેલ છે. જયારે શ્રીલંકા તરફથી મેન્ડીસ 16 અને કેપ્ટન ચાંદીમલ 8 રને રમતમાં છે
ભારત- વિરાટ કોહલી (કપ્ટન), લોકેશ રાહુલ, શિખર ધવન, ચેતેશ્વર પજારા, અજિંક્ય રહાણે (વાઈસ કેપ્ટન), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, રીદ્ધિમાન સાહા, ઉમેશ યાદવ, હાર્દિક પંડિયા, મોહમ્મદ શામી.
શ્રીલંકા- દીમુથ કરૂણારત્ને, ઉપુલ થરંગા, કુશલ મેન્ડિસ, દિનેશ ચાંદીમલ (કપ્ટન), એન્જેલો મેથ્યુઝ, નિરોશન ડિકવેલા, ધનંજ્ય ડી સિલ્વા, દિલરૂવાન પરેરા, રંગના હેરાથ, મલિંદા પુષ્પકુમારા, નુવાન પ્રદીપ
