Not Set/ LIVE UPDATE : BHARAT ના 42 ઓવરમાં 1 વિકેટે 200 રન

ભારત અને શ્રીલંકાની વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની સીરીઝની છેલ્લી ટેસ્ટ કેન્ડીના પાલેકેલે સ્ટેડીયમમાં રમાવવા જઈ રહી છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સતત ત્રીજી વખત ટોસ જીત્યો છે અને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટીમ ઇન્ડિયામાં રવીન્દ્ર જાડેજાની જગ્યાએ કુલદીપ યાદવને સામેલ કરવામાં આવ્યા છે. શ્રીલંકાની ટીમમાં ૩ ફેરફાર કરવામાં આવ્યા છે લ્ક્ષણ રંગીકા, વિશ્વ ફર્નાડો […]

Sports
ShikharDhawan 6 LIVE UPDATE : BHARAT ના 42 ઓવરમાં 1 વિકેટે 200 રન

ભારત અને શ્રીલંકાની વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની સીરીઝની છેલ્લી ટેસ્ટ કેન્ડીના પાલેકેલે સ્ટેડીયમમાં રમાવવા જઈ રહી છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સતત ત્રીજી વખત ટોસ જીત્યો છે અને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટીમ ઇન્ડિયામાં રવીન્દ્ર જાડેજાની જગ્યાએ કુલદીપ યાદવને સામેલ કરવામાં આવ્યા છે. શ્રીલંકાની ટીમમાં ૩ ફેરફાર કરવામાં આવ્યા છે લ્ક્ષણ રંગીકા, વિશ્વ ફર્નાડો અને લાહિરુ કુમારાને શ્રીલંકન ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

ભારતીય ટીમની પ્રથમ ઇનિંગ
ભારતીય ટીમની શરૂઆત સારી રહી છે. ભારતીય ટીમે 42 ઓવરમાં 1 વિકેટે 200 રન બનાવી લીધા છે. ભારત તરફથી લોકેશ રાહુલ 85 રન બનાવી આઉટ થઈ ગયેલ છે. જયારે શિખર ધવન 103 અને ચેતેશ્વર પુજારા 2 રન બનાવી રમતમાં છે. ઉલ્લેખનીય છે કે ધવને કારકિર્દી ની છઠી છે.

૩ ટેસ્ટ મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ બે મેચમાં ટીમ ઇન્ડિયાએ ઐતિહાસિક જીત મેળવી અને સીરીઝમાં અજય લીડ બનાવી લીધી હતી. હવે ભારતને ઈતિહાસ રચવાની તક છે. તે કારનામું કરવા જઈ રહ્યા છે તે ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં પહેલા ક્યારેય પણ થયું નથી. પાલેકેલે મેદાન પર ટીમ ઇન્ડિયા શ્રીલંકા સામે ત્રીજી ટેસ્ટ રમવા ઉતરશે, જેમાં તેમનો હેતુ ક્લીન સ્વીપનો હશે. ટેસ્ટ ઈતિહાસમાં કોઈ પણ ભારતીય કેપ્ટન વિદેશી ધરતી પર ૩-૦ થી સીરીઝ જીતી શક્યું નહિ. હવે વિરાટ કોહલીની પાસે એ તક છે, જેના માટે તેમને પાલેકેલેમાં જીત મેળવી જરૂરી છે.

પાલેકેલેની પીચ
પાલેકેલેની પીચ એશિયાની ઝડપી પીચોમાંથી એક છે. અહી ઝડપી બોલરોને મદદ મળે છે. પીચમાં ઉછાળ અને ઝડપ બંને હોય છે.

ભારત: લોકેશ રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, રીદ્ધિમાન સાહા, કુલદીપ યાદવ, મોહમ્મદ શામી, અને ઉમેશ યાદવ.

શ્રીલંકા : ઉપુલ થરંગા, ડિમુથ કરૂણારત્ને, કુશલ મેન્ડિસ, એન્જેલો મેથ્યુઝ, દિનેશ ચાંદીમલ (કેપ્ટન), નિરોશન ડિકવેલા, દિલરૂવાન પેરેરા, વિશ્વ ફર્નાન્ડો, લ્ક્ષણ રંગીકા અને લાહિરુ કુમારા.