Not Set/ લો બોલો, હવે મા સરસ્વતીની જ ચોરી..? પાઠ્યપુસ્તક મંડળના ગોડાઉનમાંથી ચોરાયા અધધ રકમના પુસ્તકો …

ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સેક્ટરનાં 25માં પાઠ્યપુસ્તક મંડળનાં ગોડાઉનમાંથી 42 લાખ જેટલી માતબાર રકમના પુસ્તકો ગાયબ થયાની પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. આ પુસ્તકો ગાયબ થવામાં સરકારી અધિકારીઓની  સંડોવણી હોવાનું લાગી રહ્યું છે. જેને લઈને 8 નવેમ્બરનાં રોજ 42 લાખ રૂપિયાનાં પુસ્તકો ગાયબ થયા હોવા છતાંય  હજુ સુધી કોઇ પોલીસ ફરિયાદ થઇ નથી. આ […]

Top Stories Gujarat
army 1 લો બોલો, હવે મા સરસ્વતીની જ ચોરી..? પાઠ્યપુસ્તક મંડળના ગોડાઉનમાંથી ચોરાયા અધધ રકમના પુસ્તકો ...

ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સેક્ટરનાં 25માં પાઠ્યપુસ્તક મંડળનાં ગોડાઉનમાંથી 42 લાખ જેટલી માતબાર રકમના પુસ્તકો ગાયબ થયાની પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. આ પુસ્તકો ગાયબ થવામાં સરકારી અધિકારીઓની  સંડોવણી હોવાનું લાગી રહ્યું છે. જેને લઈને 8 નવેમ્બરનાં રોજ 42 લાખ રૂપિયાનાં પુસ્તકો ગાયબ થયા હોવા છતાંય  હજુ સુધી કોઇ પોલીસ ફરિયાદ થઇ નથી.

આ અંગે ગાંધીનગર સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી. આ અંગે કર્મચારીએ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વિભાગનાં અગ્ર સચિવ, શિક્ષણ સચિવ, નિયામક અને ગાંધીનગર જિલ્લા પોલીસ વડાને આ ઘટનાની જાણ કરતો પત્ર લખ્યો હતો. આ પત્રમાં પાઠ્ય પુસ્તક મંડળનાં અધિકારીઓ અને શિક્ષણ વિભાગનાં અધિકારીઓની મીલીભગત હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.

આ બનાવ અંગે ગોડાઉનનાં સિક્યોરિટી ગાર્ડે જણાવ્યું કે, ‘આ બિલ્ડિંગમાં કોઇપણ CCTV કે લાઇટ પણ રાખવામાં આવી નથી. જે બાબતે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ આ અંગે કોઇ જ નિર્ણય લેવામાં આવ્યો નથી.

આ બિલ્ડીંગની સિક્યોરિટી માટે 4 ગર્દ રાખવામાં આવ્યા છે. જેમાં બે ગાર્ડ દિવસ દરમિયાન અને બે ગાર્ડ રાત્રી દરમિયાન ફરજ પર હાજર જ હોય છે. અને સૌથી મહત્વની વાત ‘42 લાખ રૂપિયાના પુસ્તકની ચોરી માટે એટલે કે પુસ્તકોને અહીંથી લઇ જવા માટે એકથી વધારે ટ્રકની જરૂર પડે છે પરંતુ અહીં ઘટના સ્થળે આવા કોઈ જ ટ્રક આવ્યા નથી. આટલા પુસ્તકો એક જગ્યાથી બીજી જગ્યાએ લઇ જવા માટે એક થી વધુ દિવસ લાગે છે અને તેને લઇ જવા માટે 6થી 7 ટ્રકની જરૂર પડે છે. ‘

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.