Election/ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી, કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસતંત્રનું આગોતરૂ આયોજન

રાજ્યચૂંટણીપંચે પ્રથમ તબક્કામાં કોર્પોરેશનની ચૂંટણી યોજવા તડામાર તૈયારીને આખરી ઓપ આપ્યો છે..તો કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસતંત્રને કેટલીક માર્ગદર્શક સૂચના આપવામાં આવી છે. દર વખતે આયોજીત ચૂંટણી કરતાં આ વખતની ચૂંટણી અલગ પ્રકારની છે.

Gujarat Others
a 429 ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી, કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસતંત્રનું આગોતરૂ આયોજન

@અરૂણ શાહ,મંતવ્યન્યૂઝ – અમદાવાદ 

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીની તડામાર તૈયારી થઇ રહી છે. 21 ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કામાં કોર્પોરેશનની ચૂંટણી યોજાશે. દરમિયાન અમદાવાદ-સુરત-વડોદરા-રાજકોટ-ભાવનગર અને જામનગર કોર્પોરેશનની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસતંત્રને મહત્વની માર્ગદર્શક સૂચના રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવી છે.તો દરેક પોલીસસ્ટેશન પાસેથી કેટલીક વિગતો પણ તાકીદે માંગવામાં આવી છે.

રાજ્યચૂંટણીપંચે પ્રથમ તબક્કામાં કોર્પોરેશનની ચૂંટણી યોજવા તડામાર તૈયારીને આખરી ઓપ આપ્યો છે..તો કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસતંત્રને કેટલીક માર્ગદર્શક સૂચના આપવામાં આવી છે. દર વખતે આયોજીત ચૂંટણી કરતાં આ વખતની ચૂંટણી અલગ પ્રકારની છે.ખાસ કરીને કોરોના નિયમના ચુસ્ત પાલન સાથે આ ચૂંટણી યોજાવાની છે ત્યારે આગોતરા આયોજનના ભાગરૂપે ચૂંટણીપંચે કેટલીક મહત્વની વિગતો પોલીસતંત્ર પાસે મંગાવી છે.

  • -વિસ્તારદીઠ મતાદનબૂથની વિગત
  • -વોર્ડદીઠ મતદાન મથકોની વિગત
  • -રાજકીયપક્ષના ટેબલ
  • -ટ્રબલસ્પોટ કેટલાં – કયા ?
  • -વોર્ડમાં સંવેદનશીલ મતદાનમથકો
  • -સ્થાનિક રાજકીય આગેવાનોની વિગત- અંગત માહિતી

મતદાન પૂર્વે આ ચૂંટણીમાં સૌ-પ્રથમ વાર પોલીસસ્ટાફને તાલીમ આપવામાં આવશે. સૌ-પ્રથમ વાર મતદાન સમયે સામાજિક દૂરી જાળવવી આવશ્યક છે ત્યારે તેના પાલનરૂપે કેવી વ્યવસ્થા કરી શકાય…તે અંગે પોલીસસ્ટાફને આગોતરી તાલીમ અપાશે. પોલીસસ્ટેશન પ્રમાણે એક-એક પીઆઇ અથવા પીએસઆઇ કક્ષાના ઉચ્ચઅધિકારીને તાલીમ આપવામાં આવશે .તેઓ

  • ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી
  • કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસતંત્નું આગોતરૂ આયોજન
  • ચૂંટણી શાતિપૂર્ણ યોજવા પોલીસસ્ટાફને ખાસ તાલીમ
  • પોલીસસ્ટેશન વિસ્તારદીઠ પી.આઇ-પીએસઆઇને તાલીમ
  • બૂથ-મતદાનમથકો અને સ્થાનિક આગેવાનોની વિગત મંગાવાઇ
  • સોશિયલ ડિસ્ટન્સ જાળવણી માટે પણ અપાશે માર્ગદર્શન
  • સ્થાનિક નેતાઓની યાદી પણ મંગાવાઇ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીની તડામાર તૈયારી થઇ રહી છે. 21 ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કામાં કોર્પોરેશનની ચૂંટણી યોજાશે. દરમિયાન અમદાવાદ-સુરત-વડોદરા-રાજકોટ-ભાવનગર અને જામનગર કોર્પોરેશનની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસતંત્રને મહત્વની માર્ગદર્શક સૂચના રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવી છે…તો દરેક પોલીસસ્ટેશન પાસેથી કેટલીક વિગતો પણ તાકીદે માંગવામાં આવી છે.

રાજ્યચૂંટણીપંચે પ્રથમ તબક્કામાં કોર્પોરેશનની ચૂંટણી યોજવા તડામાર તૈયારીને આખરી ઓપ આપ્યો છે..તો કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસતંત્રને કેટલીક માર્ગદર્શક સૂચના આપવામાં આવી છે. દર વખતે આયોજીત ચૂંટણી કરતાં આ વખતની ચૂંટણી અલગ પ્રકારની છે..ખાસ કરીને કોરોના નિયમના ચુસ્ત પાલન સાથે આ ચૂંટણી યોજાવાની છે ત્યારે આગોતરા આયોજનના ભાગરૂપે ચૂંટણીપંચે કેટલીક મહત્વની વિગતો પોલીસતંત્ર પાસે મંગાવી છે.

  • -વિસ્તારદીઠ મતાદનબૂથની વિગત
  • -વોર્ડદીઠ મતદાન મથકોની વિગત
  • -રાજકીયપક્ષના ટેબલ
  • -ટ્રબલસ્પોટ કેટલાં – કયા ?
  • -વોર્ડમાં સંવેદનશીલ મતદાનમથકો
  • -સ્થાનિક રાજકીય આગેવાનોની વિગત- અંગત માહિતી

 મતદાન પૂર્વે આ ચૂંટણીમાં સૌ-પ્રથમ વાર પોલીસસ્ટાફને તાલીમ આપવામાં આવશે. સૌ-પ્રથમ વાર મતદાન સમયે સામાજિક દૂરી જાળવવી આવશ્યક છે ત્યારે તેના પાલનરૂપે કેવી વ્યવસ્થા કરી શકાય.તે અંગે પોલીસસ્ટાફને આગોતરી તાલીમ અપાશે. પોલીસસ્ટેશન પ્રમાણે એક-એક પીઆઇ અથવા પીએસઆઇ કક્ષાના ઉચ્ચઅધિકારીને તાલીમ આપવામાં આવશે .તેઓ દ્વારા પોલીસસ્ટેશનના તમામ સ્ટાફને તાલીમ આપવામાં આવે એ પ્રમાણે આયોજન કરવાની તાકીદ પણ ચૂંટણીપંચે કરી છે. આ વર્ષે ભાજપ-કોંગ્રેસ ઉપરાંત અન્ય રાજકીયપક્ષની ભૂમિકા પણ રહેશે. જેમાં આપ અને ઔવેશીની પાર્ટી તથા બીટીપી જેવા રાજકીયપક્ષની ભૂમિકા પણ રહેવાની દહેશતના પગલે જે-તે રાજકીયપક્ષના સ્થાનિક આગેવાનોની અંગત વિગત સાથેની માહિતી પણ રાજ્યચૂંટણીપંચે દરેક પોલીસસ્ટેશનોને એકત્ર કરવા સૂચના આપી છે. એકંદરે પાણી પહેલાંપાળ બાંધવાના ભાગરૂપે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવી તટસ્થ-મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા ચૂંટણીપંચે પોલીસતંત્રને સૂચના આપી જલદીથી આ તમામ વિગત ચૂંટણીપંચને મોકલી આપવા આદેશ કરવામાં આવ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો