Not Set/ કોર્ટને તાળું મારી દો, કારણ કે સીએમ નક્કી કરશે કે ગુનેગાર કોણ છે? બુલડોઝરની કાર્યવાહીથી ઓવૈસી ગુસ્સે થયા

ભાજપના સસ્પેન્ડ કરાયેલા રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્મા દ્વારા પયગંબર મુહમ્મદ પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીના વિરોધમાં શુક્રવારની નમાજ બાદ યુપીમાં ઘણી જગ્યાએ હંગામો થયો હતો.

India
ઓવૈસી

ભાજપના સસ્પેન્ડ કરાયેલા રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્મા દ્વારા પયગંબર મુહમ્મદ પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીના વિરોધમાં શુક્રવારની નમાજ બાદ યુપીમાં ઘણી જગ્યાએ હંગામો થયો હતો. જે બાદ યુપીની યોગી સરકાર આરોપીઓ સામે કડક કાર્યવાહી કરતી જોવા મળી રહી છે. પ્રયાગરાજમાં હંગામાના મુખ્ય સૂત્રધાર મોહમ્મદ જાવેદ ઉર્ફે જાવેદ પંપના ગેરકાયદેસર ત્રણ માળના મકાન પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. જેના પર AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ આકરી પ્રતિક્રિયા આપી છે. ઓવૈસીએ કહ્યું, ‘કોર્ટને તાળું મારી દો, જજોને કહો કે કોર્ટમાં ન આવે. કોર્ટની શું જરૂર છે કારણ કે સીએમ નક્કી કરશે કે ગુનેગાર કોણ છે?

સીએમ યોગી પર નિશાન સાધ્યું

ગુજરાતના કચ્છમાં પહેલીવાર રેલી કરી રહેલા અસદુદ્દીન ઓવૈસીએ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ‘યુપીના સીએમ યુપીના ચીફ જસ્ટિસ બની ગયા છે કે કોનું ઘર તોડવું તે તેઓ નક્કી કરશે. બુલડોઝર ચલાવીને તમે ભારતના કાયદાના શાસન પર બુલડોઝર ચલાવ્યું.

અસદુદ્દીન ઓવૈસીએ વધુમાં કહ્યું કે, ‘અજય ટેનીને કંઈ કરવામાં આવ્યું નથી? અજયનું ઘર તોડવામાં આવશે નહીં પરંતુ ફાતિમાનું ઘર તોડી પાડવામાં આવશે. પીએમને અપીલ કરી કે એક સમુદાયના ઘરો પર આ બુલડોઝર ચલાવીને તમે દેશના બંધારણને નબળું પાડી રહ્યા છો.

ગુજરાતના કચ્છમાં તેમની રેલી દરમિયાન તેમણે દેશના મુસ્લિમોને શાંતિપૂર્ણ દેખાવો કરવા કહ્યું છે. તેમણે કહ્યું કે, ‘ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્મા વિરુદ્ધ કાર્યવાહી કરીને તેને જેલમાં મોકલવી જોઈએ અને શુક્રવારે વિરોધ પ્રદર્શનમાં ઘણી જગ્યાએ હિંસા જોવા મળી હતી, હું હિંસા વિરુદ્ધ છું. પોલીસ કે જનતાએ હિંસાનો આશરો લેવો જોઈએ નહીં.

આ પણ વાંચો:બહુચર્ચિત નેશનલ હેરાલ્ડ કેસ શું છે ? નેહરુના અખબાર પર કેમ ગાજી રહી છે કાનૂની ગાજ