Rajkot News: રાજકોટમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) બ્રાન્ચનું લોકર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. SBIની જિમખાના બ્રાન્ચનું લોકર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. આ લોકર ત્રણ દિવસથી પાણીમાં ગરકાવ છે. આ રીતે લોકર ત્રણ દિવસ પાણીમાં રહ્યા તો તેના બદલ જવાબદારી અધિકારીઓ સામે કોઈપણ પ્રકારની કામગીરી થઈ રહી નથી. આ રીતે લોકર પાણીમાં ગરકાવ થઈ જતાં ગ્રાહકો પરેશાન છે. કિંમતી વસ્તુઓને નુકસાન પહોંચશે તેવો ગ્રાહકોને ડર છે. કિંમતી વસ્તુને નુકસાન પહોંચવાનો ગ્રાહકોને ડર છે.
હવે આ લોકર પાણીમાં રહે અને લોકરમાં રાખેલી વસ્તુઓને નુકસાન થાય તો તેની જવાબદારી કોની તેના અંગે હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં રાજસ્થાનના એક વ્યક્તિ લલિત સોલંકીએ X પર SBI બ્રાન્ચમાં સ્ટાફની ખાલી ખુરશીઓની તસવીર પોસ્ટ કરી અને દાવો કર્યો – ‘બપોરના 3 વાગ્યા છે અને આખો સ્ટાફ જમવા ગયો છે. વિડંબના એ છે કે SBI કહે છે કે અમારી પાસે લંચનો સમય નથી અને અહીં આખો સ્ટાફ લંચ માટે ગયો છે. પ્રિય SBI, આખી દુનિયા બદલાઈ શકે છે પણ તમારી સેવા ક્યારેય નહીં બદલાય.
જવાબમાં SBIએ લખ્યું- ‘તમને થયેલી અસુવિધા માટે અમે દિલગીર છીએ. જો કે, મહેરબાની કરીને નોંધ કરો કે સુરક્ષાના કારણોસર શાળાની અંદર ફોટોગ્રાફી/વીડિયોગ્રાફી પર પ્રતિબંધ છે. જો આનો દુરુપયોગ થાય તો તમે જવાબદાર ગણી શકો છો. તેથી, અમે તમને સોશિયલ મીડિયા સાઇટ્સ પરથી તરત જ તેને કાઢી નાખવાની સલાહ આપીશું.
આ પણ વાંચો: શું ઘટવાનો છે Repo Rate? SBIનો અંદાજ – નીચા મોંઘવારી દરને કારણે વધી આશા, મળી શકે છે સારા સમાચાર
આ પણ વાંચો: SBIએ કરી આ મોટી જાહેરાત… કરોડો ગ્રાહકોને થશે અસર, લોન લેવી મોંઘી થશે
આ પણ વાંચો: એક વ્યક્તિએ SBI બ્રાન્ચમાં ફોટો લીધા પછી કરી ફરિયાદ, જવાબમાં SBIએ કહી આ વાત