Not Set/ વલસાડ/ વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા શાળામાં તાળાં બંધી, જાણો કેમ..?

વલસાડ વાઘલધરા પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ અને વાલીઓ એ શાળા માં તાળાં બંધી કરી શાળા ના પ્રિન્સિપાલ ની બદલી અટકાવવા  અનોખો  વિરોધ પ્રદર્શન કર્યું હતું. વલસાડ જિલ્લાના વાઘલધરા ખાતે આવેલ પ્રાથમિક શાળા ના ધોરણ 1 થી 8 ધોરણ સુધી અભ્યાસ કરતા 200 થી વધુ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ ના વાલીઓ  એ શાળા ની બહાર તડકા માં બેસી […]

Gujarat Others

વલસાડ વાઘલધરા પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ અને વાલીઓ એ શાળા માં તાળાં બંધી કરી શાળા ના પ્રિન્સિપાલ ની બદલી અટકાવવા  અનોખો  વિરોધ પ્રદર્શન કર્યું હતું.

વલસાડ જિલ્લાના વાઘલધરા ખાતે આવેલ પ્રાથમિક શાળા ના ધોરણ 1 થી 8 ધોરણ સુધી અભ્યાસ કરતા 200 થી વધુ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ ના વાલીઓ  એ શાળા ની બહાર તડકા માં બેસી વિરોધ દર્શાવ્યો હતો.  વિદ્યાર્થીઓ સાથે શાળા ના સંચાલન કરતા એસ.એમ.સી ના 12એ  પણ શાળાની  તાળાંબંધી વિરોધમાં જોડાયા હતા.

શાળાના પ્રિન્સિપાલ અજય બાબુભાઇ લાડ જેઓ છેલ્લા 5 વર્ષ થી વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલીત વાઘલધરા પ્રાથમિક શાળા માં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. જેમની અચાનક આંતરિક બદલીના હુકમ આવી જતા વિદ્યાર્થીઓ એ તેમની શાળાના પ્રિન્સિપાલની બદલી અટકાવવા શાળા ને તાળાં બંધી કરી વિરોધ દર્શવ્યો હતો.

વિદ્યાર્થીઓ એ આચાર્ય ની બદલી નહિ જોઈએ નહીં જોઈએ અને ઉતાવળે લીધેલ નિર્ણય રદ્દ કરો નારા સાથે શાળા બહાર વિરોધ દર્શાવ્યો હતો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.