- વડોદરાઃ વિદ્યાર્થીને માર મારવાનો મામલો
- આચાર્ય ચાર્જ આપ્યા વગર ઉતર્યા રજા પર
- આચાર્ય સામે પોલીસે હાથધરી તપાસ
- લુણામાં આચાર્યએ વિદ્યાર્થીને માર્યો હતો માર
- વિદ્યાર્થીઓને માર મારતા આચાર્ય CCTVમાં કેદ
- પોલીસે CCTV કબ્જે કરી હાથધરી તપાસ
કહેવામાં આવે છે કે સ્કૂલ એક મંદિર છે ત્યાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્વળ બને છે તે ઉપરાંત તેઓને શિક્ષિત કરવામાં આવે છે. મંદિર જેવી સ્કૂલમાં જ જો વિદ્યાર્થીને માર મારવામાં આવે તો તે ખરેખર ચોંકાવનારી ઘટના છે. રાજ્યમાં અનેકવાર શિક્ષકો દ્વારા બાળકોને ઢોર માર મારવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે હવે ફરી એકવાર વડોદરામાં વિદ્યાર્થીને માર મારવાનો મામલો સામે આવ્યો છે. જણાવીએ કે, લુણામાં આચાર્યએ વિદ્યાર્થીને માર માર્યો હતો, વિદ્યાર્થીઓને માર મારતા આચાર્ય CCTVમાં કેદ થયા હતા. હાલ પોલીસ આ મામલે CCTV કબ્જે કરી તપાસ હાથધરી છે.
આપને જણાવી દઈએ કે, અગાઉ પણ ચીખલી તાલુકાના કણભઈ ગામે દેસાઈ ફળિયામાં રહેતો આઠ વર્ષીય પ્રિયાંસ દિલીપભાઈ સોલંકી સિયાદા કણબીવાડ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં ધોરણ 3 માં અભ્યાસ કરતો નામના વિદ્યાર્થીને શાળાના વર્ગ શિક્ષક હસમુખ જી પટેલ દ્વારા દોઢેક માસ અગાઉ વિદ્યાર્થી પ્રિયાંસ ને કોઈક કારણોસર પીઠમાં ધિકકમુક્કી નો મારમારતા ચાર પાંચ દિવસ પ્રિયાંસ ને શરીરમાં દુખાવો રહેલો ત્યારબાદ આજ શિક્ષક દ્વારા પ્રિયાંસ પાસે સ્વાધ્યાયનું કાગળ માગવામાં આવેલ અને સાહેબે સ્વાધ્યાય શોધીને આપવા કહેલ પરંતુ પ્રિયાંસને શિક્ષક દ્વારા કોઈ પેપર કે સ્વાધ્યાય આપવામાં આવેલ ન હોય જે બાબતે પણ પ્રિયાંસ ને માથામાં મારેલ જોકે સ્વાધ્યાય પેપર છેવટે શિક્ષક હસમુખ પટેલ ની બેગમાંથી મળેલ ત્યારબાદ ૨૪/૦૨/૨૦૨૨ ના રોજ પણ શિક્ષક હસમુખ પટેલ દ્વારા તે દરમ્યાન પણ ધિકકમુક્કી નો મારમારવામાં આવ્યો હતો .
જે અંગે પ્રિયાંશે તેના પિતાને તમામ હકીકતોની જાણ કરતા તેના પિતાએ શાળાના આચાર્ય ને ફોનથી જાણ કરેલ આ ફરિયાદ થી શિક્ષક હસમુખ પટેલ વધુ ઉગ્રબની ચાલુ કલાસે વિદ્યાર્થી પ્રિયાંસ ને ધમકી આપી કે તારા બાપ ની સામે હું તને મારીશ ત્યારબાદ શિક્ષક હસમુખ પટેલ દ્વારા શાળામાંથી એલસી કાઢી આપીશ ની પણ ધમકી આપવામાં આવી હતી.જે અંગેની આજરોજ ફરિયાદ ખેરગામ પોલીસ મથકમાં ભોગબનનાર પ્રિયાંસના પિતાએ નોધાવતા આગળની વધુ તપાસ ખેરગામ પોલીસે હાથ ધરી છે.
આ બાબતે તેમણે શિક્ષકને મૌખિક રજૂઆત કરવા જતા તેઓ એકદમ ઉશ્કેરાઇ જઈને જે વિદ્યાર્થીના વાલી અમોને વ્યકિતગત રજૂઆત કરશે તો અમે તે બાળક ઉપર વ્યક્તિગત ધ્યાન ઓછું આપીશું અને LC કાઢી આપીશું તેમ કહી તેમના દિકરા પ્રિયાંશકુમારને સ્કૂલમાંથી કાઢી મુકવાની ધાકધમકી આપી હોવાના આક્ષેપ સાથે દિલીપભાઈ સોલંકીએ ખેરગામ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.
આ પણ વાંચો :જનતા પર વધુ એક મોંઘવારીનો માર,હવે સુમુલ ડેરીએ પણ છાશના ભાવમાં કર્યો વધારો
આ પણ વાંચો :માંગરોળમાં કોંગ્રેસનો મોંઘવારી વિરુદ્ધ વિરોધ, અચ્છે દિનની નનામી કઢાઈ
આ પણ વાંચો :લીંબડી રાજ મહેલમાં ચોરાયેલી ચાંદીની એન્ટિક વસ્તુ વેચનારી મહિલા ઝડપાઈ
આ પણ વાંચો : મહીસાગર નદીમાં ડૂબી જતા ૩ યુવકોના કરુણ મોત
