Not Set/ કોંગ્રેસનો દાવો – યુપીએ સરકારમાં પણ 6 સર્જિકલ સ્ટ્રાઇક કરાઇ

ભાજપની સરકાર દરમિયાન કરાયેલી સર્જિકલ સ્ટ્રાઇક બાદ હવે કોંગ્રેસે પણ તેની સરકાર દરમિયાન 6 સર્જિકલ સ્ટ્રાઇક કર્યા હોવાનો દાવો કર્યો છે. જો કે કોંગ્રેસે ભાજપ પર પ્રહારો કર્યા હતા કે કોંગ્રેસ સર્જિકલ સ્ટ્રાઇક કર્યા બાદ તેને ભાજપની જેમ રાજનૈતિક મુદ્દો નથી બનાવતી અને તેનો શ્રેય પણ નથી લેતી. કોંગ્રેસના પ્રવક્તા રાજીવ શુક્લાએ ભાજપ પર પ્રહારો […]

Top Stories
રાજીવ શુક્લા કોંગ્રેસનો દાવો – યુપીએ સરકારમાં પણ 6 સર્જિકલ સ્ટ્રાઇક કરાઇ

ભાજપની સરકાર દરમિયાન કરાયેલી સર્જિકલ સ્ટ્રાઇક બાદ હવે કોંગ્રેસે પણ તેની સરકાર દરમિયાન 6 સર્જિકલ સ્ટ્રાઇક કર્યા હોવાનો દાવો કર્યો છે. જો કે કોંગ્રેસે ભાજપ પર પ્રહારો કર્યા હતા કે કોંગ્રેસ સર્જિકલ સ્ટ્રાઇક કર્યા બાદ તેને ભાજપની જેમ રાજનૈતિક મુદ્દો નથી બનાવતી અને તેનો શ્રેય પણ નથી લેતી. કોંગ્રેસના પ્રવક્તા રાજીવ શુક્લાએ ભાજપ પર પ્રહારો કર્યા હતા કે આતંકી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં બધી જ સરકારે 15 વર્ષથી પ્રયાસ કર્યો છે તેથી તેનો શ્રેય પણ દરેક સરકારને મળવો જોઇએ.

કોંગ્રેસે 6 સર્જિકલ સ્ટ્રાઇક કરી

રાજીવ શુક્લાએ છ સર્જિકલ સ્ટ્રાઇકની માહિતી આપી હતી. જેમાં કહ્યું હતું કે કોંગ્રેસે 19 જૂન 2008ના રોજ જમ્મુ કશ્મીરના પુંછમાં પહેલી સ્ટ્રાઇક કરી હતી. બીજી સ્ટ્રાઇક 30 ઓગસ્ટના રોજ શારદા સેક્ટરના નીલમ નદી પર કરી હતી. ત્રીજી સર્જિકલ સ્ટ્રાઇક 6 જાન્યુઆરી 2013માં કરી હતી. ચોથી સર્જિકલ સ્ટ્રાઇક 27થી 28 જુલાઇ 2013, પાંચમી સર્જિકલ સ્ટ્રાઇક 6 ઓગસ્ટ 2013 અને છઠ્ઠી સર્જિકલ સ્ટ્રાઇક 14 જાન્યુઆરી 2014ના રોજ કરી હતી.

રાજીવ શુક્લાએ ભાજપ પર પ્રહારો કરતા કહ્યું હતું કે ઇન્દિરા ગાંધીએ આતંકવાદીઓને જે સબક શીખવાડ્યા હતા તે મોદી ક્યારેય નહીં શીખવાડી શકે. કારગીલ યુદ્વમાં અટલ બિહારી વાજપેયીએ પાકિસ્તાનને જે સબક ચખાડ્યો હતો તે માટે પણ મોદી અસમર્થ છે. હવે તો ભાજપ અટલજીને પણ ભૂલી ચૂકી છે. તેઓએ કહ્યું કે અમે મસૂદ અઝહરને પકડ્યો હતો પરંતુ ભાજપે તેને મુક્ત કર્યો હતો.