Loksabha Election 2024/ લોકસભા ચૂંટણી 2024 Live: 03 વાગ્યા સુધીમાં 49.20 ટકા મતદાન

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે આજે મતદાન થવાનું છે………

Top Stories India Breaking News
WhatsApp Image 2024 05 24 at 10.43.59 PM લોકસભા ચૂંટણી 2024 Live: 03 વાગ્યા સુધીમાં 49.20 ટકા મતદાન

Loksabha Election Live: લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે આજે મતદાન થવાનું છે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. આ તબક્કામાં છ રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 58 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. દિલ્હીની 7, ઉત્તર પ્રદેશની 14, બિહારની 8, પશ્ચિમ બંગાળની 8, હરિયાણાની 10, ઝારખંડની 4, ઓડિશાની 6 અને જમ્મુ-કાશ્મીરની એક બેઠક પર મતદાન થઈ રહ્યું છે.

છઠ્ઠા તબક્કામાં 5.84 કરોડ પુરૂષો અને 5.29 કરોડ મહિલાઓ સહિત 11.13 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરે તેવી શક્યતા છે. છઠ્ઠા તબક્કામાં ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓનું ભવિષ્ય દાવ પર છે. 58 બેઠકોમાંથી 15 જેટલા દિગ્ગજોનું ભાવિ નક્કી થશે. જેમાં 3 પૂર્વ મુખ્યમંત્રી અને ત્રણ કેન્દ્રીય મંત્રીઓનો પણ સમાવેશ થાય છે.

LIVE Loksabha Election Phase 6

06.6PM

સાંજે 5 વાગ્યા સુધી 57.7 ટકા મતદાન, જુઓ છઠ્ઠા તબક્કામાં મતદાનના આંકડા

સાંજે 5 વાગ્યા સુધી મતદાનની ટકાવારી – 57.7

બિહાર: 52.24
હરિયાણા: 55.93
જેકે: 51.35
ઝારખંડ: 61.41
દિલ્હી: 53.73
ઓડિશા: 59.60
યુપી: 52.02
પશ્ચિમ બંગાળ: 77.99

5.00PM

બીજેપી નેતા અશ્વની વૈષ્ણવે પોતાનો મત આપ્યો

છઠ્ઠા તબક્કાના મતદાનમાં ભાજપના નેતા અશ્વની વૈષ્ણવે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. અશ્વની વૈષ્ણવે વોટ આપ્યા બાદ પોતાનો ફોટો શેર કર્યો છે. તેમણે લોકોને મતદાન કરવાની અપીલ પણ કરી છે.

Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 05 25T185719.652 લોકસભા ચૂંટણી 2024 Live: 03 વાગ્યા સુધીમાં 49.20 ટકા મતદાન

4.48 PM CJIએ વોટ આપ્યો

સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડે દિલ્હીમાં મતદાન કર્યું છે. તેમણે કહ્યું, આજે મેં દેશના નાગરિક તરીકેની ફરજ પૂર્ણ કરી છે.

4.47 PM કાશ્મીરી પંડિતોએ મત આપ્યો

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં કાશ્મીરી પંડિતોએ છઠ્ઠા તબક્કામાં  મતદાન કર્યુ છે.

4.45 PM ધર્મેન્દ્ર પ્રધાને મતદાન કર્યુ

ઓડિશાના ભુવનેશ્વરમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્ર પ્રધાને સંભલપુર લોકસભા બેઠક પરથી મતદાન કર્યુ છે.

4.16 PM અજય માકને વોટ આપ્યો

કોંગ્રેસ નેતા અજય માકને દિલ્હીમાં મતદાન કર્યુ છે. તેમણે કહ્યું કે, લોકો ઈન્ડિ ગઠબંધનને સમર્થન આપી રહ્યા છે. છેલ્લા કેટલાક ચૂંટણી પ્રચારમાં પીએમ મોદી દ્વારા ઉપયોગમાં લેવાયેલા શબ્દો દેશના વડાપ્રધાનના પદને અનુરૂપ નથી તેવું કહ્યું હતું. ચૂંટણી વખતે વડાપ્રધાને વડાપ્રધાન પદની ગરિમા જાળવી રાખવી જોઈએ.

4.09 PM અશ્વિની વૈષ્ણવે મતદાન કર્યુ

ભાજપ નેતા પૂર્વ મંત્રી અશ્વિની વૈષ્ણવે મતદાન કર્યુ છે.

अश्वनी वैष्णव

3.50 PM બપોરે 03 વાગ્યા સુધીમાં 49.20 ટકા મતદાન થયું

બિહાર- 45.21 ટકા

હરિયાણા- 46.26 ટકા

જમ્મુ-કાશ્મીર- 44.41 ટકા

ઝારખંડ- 54.34 ટકા

દિલ્હી- 44.58 ટકા

ઓડિશા- 48.44 ટકા

ઉત્તર પ્રદેશ- 43.95 ટકા

પશ્ચિમ બંગાળ- 70.19 ટકા

3.00 PM ઝારગ્રામ પર પથ્થરમારો થયો

પશ્ચિમ બંગાળના ઝારગ્રામના બીજેપી ઉમેદવારના કાફલા પર ગઢબેટામાં પ્રણંત ટુડુ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થર વાગતાં તેનો સુરક્ષાકર્મી ઘાયલ થયો હતો. મતદારોને ડરાવવાની ફરિયાદ મળતાં ટુડુ ગરબેટામાં એક બૂથની મુલાકાત લઈ રહ્યા હતા. ભાજપના ઉમેદવારની કારમાં પણ તોડફોડ કરવામાં આવી છે. ભાજપે ટીએમસી પર હુમલાનો આરોપ લગાવ્યો છે.

2.09 PM બપોરે 01 વાગ્યા સુધીમાં 39.13 ટકા મતદાન થયું

બિહાર- 36.48 ટકા

હરિયાણા- 36.48 ટકા

જમ્મુ-કાશ્મીર- 35.22 ટકા

ઝારખંડ- 42.54 ટકા

દિલ્હી- 34.37 ટકા

ઓડિશા- 35.69 ટકા

ઉત્તર પ્રદેશ- 37.23 ટકા

પશ્ચિમ બંગાળ- 54.80 ટકા

12.00 PM પૂર્વ કેન્દ્રીય મંત્રીએ મત આપ્યો

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા ડૉ. હર્ષ વર્ધને પરિવાર સાથે દિલ્હીમાં મતદાન કર્યું છે. તેમણે જણાવ્યું કે, 2024માં વડાપ્રધાન મોદી જ ફરીથી પીએમ બનશે.

11.58 AM દિપિન્ધર સિંહ હુડાએ મત આપ્યો

રોહતક લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર દિપિન્દર સિંહ હુડાએ સાંઘીમાં મતદાન કર્યુ છે. તેમની સામે ભાજપના સાંસદ અરવિંદ શર્મા ઊભા છે.

11.46 AM સવારે 11 વાગ્યા સુધીમાં 25.76 ટકા મતદાન થયું

બિહાર- 23.67 ટકા

હરિયાણા- 22.09 ટકા

જમ્મુ-કાશ્મીર- 23.11 ટકા

ઝારખંડ- 27.80 ટકા

દિલ્હી- 21.69 ટકા

ઓડિશા- 21.30 ટકા

ઉત્તર પ્રદેશ- 27.06 ટકા

પશ્ચિમ બંગાળ- 36.88 ટકા

11.32 AM કેબિનેટ સેક્રેટરીએ વોટ આપ્યો

કેબિનેટ સેક્રેટરી રાજીવ ગૌબાએ દિલ્હીમાં મતદાન કર્યુ છે.

11.26 AM સુવેન્દુ અધિકારીએ મતદાન કર્યુ

પશ્ચિમ બંગાળ વિધાનસભાના વિરોધ પક્ષ અને ભાજપ નેતા સુવેન્દુ અધિકારીએ  નંદીગ્રામમાં મતદાન કર્યુ છે.

11.23 AM અરવિંદ કેજરીવાલે પરિવાર સાથે મત આપ્યો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પરિવાર સાથે મતદાન મથકે પહોંચી મતદાન કર્યુ છે.

11.18 AM મનોજ તિવારીએ મતદાન કર્યું

ઉત્તર-પૂર્વ દિલ્હીના સાંસદ અને ભાજપના ઉમેદવાર મનોજ તિવારીએ વોટ આપ્યો છે.

11.01 AM વૃંદા કરાતે મતદાન કર્યુ

કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા(માર્ક્સવાદ)ના નેતા વૃંદા કરાતેએ દિલ્હીમાં મત આપ્યો છે.

10.51 AM ડેપ્યુટી સીએમએ મતદાન કર્યુ

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ પ્રયાગરાજમાં મતદાન કર્યું છે.

10.50 AM ચૂંટણી કમિશ્નરોએ મતદાન કર્યુ.

ચૂંટણી કમિશ્નર સુખબિર સિંઘ સંધુ અને ગ્યાનેશ કુમારે વોટ આપ્યો છે.

10.45 AM CEC રાજીવ કુમારે મતદાન કર્યુ

મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે મતદાન કરી પહેલા મતદાનનો દિવસ યાદ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, પથમ વખત મતદાન કરવા હું મારા પિતા સાથે ગયો હતો. આજે મારા પિતા 95 વર્ષના છે અને મારી સાથે મતદાન કરવા આવ્યા છે. હું ગર્વ અને ખુશીની લાગણી અનુભવી રહ્યો છું.

10.20 AM બબિતા ફોગટે મતદાન કર્યુ

પૂર્વ કુસ્તીબાજ અને ભાજપ નેતા બબિતા ફોગટે મતદાન કરી લોકોને મત આપવા અપીલ કરી.

10.10 AM કપિલ દેવે વોટ આપ્યો

ભૂતપૂર્વ ક્રિકેટર કપિલ દેવે ચંદીગઢમાં મતદાન કર્યુ છે. તેમણે સાચા ઉમેદવારને પસંદ કરવાની અપીલ કરી હતી.

10.07 AM પ્રિયંકા ગાંધીએ મતદાન કર્યુ

કોંગ્રેસ જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી વાડ્રાએ દિલ્હીમાં મતદાન કર્યુ છે.

9.55 AM CM નવીન પટનાયકે મતદાન કર્યુ

ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે મતદાન કરી નાગરિકોને મતદાન કરવા અપીલ કરી છે.  તેમણે વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં બીજેડી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

9.45 AM સવારે 9 વાગ્યા સુધીમાં 10.82 ટકા મતદાન થયું

બિહાર- 9.66 ટકા

હરિયાણા- 8.31 ટકા

જમ્મુ-કાશ્મીર- 8.99 ટકા

ઝારખંડ- 11.74 ટકા

દિલ્હી 8.94 ટકા

ઓડિશા- 7.45 ટકા

ઉત્તર પ્રદેશ- 12.33 ટકા

પશ્ચિમ બંગાળ- 16.54 ટકા

9.44 AM સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ દિલ્હી ખાતે વોટ આપ્યો.

9.43 AM પૂર્વ રાષ્ટ્રપતિએ મતદાન કર્યુ

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિલ્હીમાં મતદાન કર્યુ.

9.21 AM સ્વાતિ માલીવાલે મતદાન કર્યુ

આપના નેતા સ્વાતિ માલીવાલે દિલ્હીમાં મતદાન કર્યું છે. તેમણે કહ્યું કે, લોકતંત્ર માટે આ ખૂબ જ મોટો દિવસ છે. હું દરેકને મત આપવા અપીલ કરવા માંગુ છું, ખાસ કરીને મહિલાઓને બહાર આવીને પોતાનો મત આપવો જોઈએ. ભારતમાં અને ખાસ કરીને રાજકારણમાં મહિલાઓની ભાગીદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

9.20 AM પ્રિયંકા ગાંધીના પુત્ર અને પુત્રીએ વોટ આપ્યો

9.10 AM ઉપરાષ્ટ્રપતિએ મતદાન કર્યુ

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડેએ તેમની પત્ની સાથે મતદાન મથકે પહોંચી મતદાન કર્યુ છે.

9.05 AM રાષ્ટ્રપતિએ મતદાન કર્યુ

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દિલ્હીમાં મતદાન કર્યું છે.

8.45 AM મનોજ તિવારીએ વિચાર રજૂ કર્યો

ઉત્તર-પૂર્વ દિલ્હીના સાંસદ અને ભાજપના ઉમેદવાર મનોજ તિવારીએ મતદાન દરમિયાન કહ્યું કે, કોંગ્રેસ દ્વારા પસંદ કરાયેલ ઉમેદવાર (કન્હૈયા કુમાર) દેશની સેનાનો દુરુપયોગ કરી રહ્યો છે. મને લાગે છે કે પરંપરાગત મતદારો મતદાન કરશે નહીં. તેમના માટે તેઓ વોટ કરશે પરંતુ તેમને વોટ નહીં આપે, આપણે દેશના વિકાસ માટે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મત આપવાનો છે.

8.37 AM J&Kમાં મતદાન વખતે આંદલન પર ઊતર્યા મહેબૂબા મુફ્તી

જમ્મુ-કાશ્મીરમાં અનંતનાગ – રાજૌરી બેઠક પર મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન પીડીપીના અધ્યક્ષ મહેબૂબા મુફ્તી આંદોલન પર ઉતરી આવ્યા છે. તેઓ અહીંથી ચૂંટણી લડી રહ્યાં છે. તેમણે વોટિંગમાં ગોટાળાનો આરોપ લગાવીને હડતાળ પર બેસી ગયા છે. મહેબૂબાએ કહ્યું, ‘અમારા લોકો તેમના ઘરોમાં બંધ છે. આ લોકો મતદાનમાં ગેરરીતિ આચરવા માંગે છે. લેફ્ટનન્ટ ગવર્નર યુપીથી ચૂંટણીમાં ધાંધલધમાલ કરવા આવ્યા છે. આ લોકો 1987ની ચૂંટણીમાં થયેલી ગેરરીતિઓનું પુનરાવર્તન કરવા માંગે છે. જો તમે મહેબૂબા મુફ્તીથી આટલા ડરતા હોવ તો તમારે પહેલા કહેવું જોઈતું હતું કે હું ચૂંટણી લડતો નથી.

8.35 AM આતિશીએ મતદાન કરવાની અપીલ કરી

દિલ્હીમાં આપના નેતા આતિશીએ લોકોને ઘરની બહાર નીકળી મતદાન કરવાની અપીલ કરી છે.

8.23 AM EVM ખોટકાયું

પુરી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સંબિત પાત્રાએ જણાવ્યું કે ઈવીએમ કામ કરી રહ્યું નથી. હું રિટર્નિંગ ઓફિસર સાથે વાત કરીશ અને સમય મર્યાદા વધારવાની માગ કરીશ.

8.02 AM કોંગ્રેસ અધ્યક્ષે મતદાન કરવાની અપીલ કરી

રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મતદારોને એકતા, ન્યાય, મહત્વના મુદ્દાઓ પર વોટ આપવાની અપીલ કરી છે.

8.00 AM દુષ્યંત ચૌટાલાએ મતદાન કર્યુ

JJP નેતા અને પૂર્વ નાયબ મુુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ મતદાન કરી મતદારોને મત આપવાની અપીલ કરી છે.

7.59 AM ગૌતમ ગંભીરે મતદાન કર્યુ

ભાજપના પૂર્વ દિલ્હી સાંસદ અને ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે દિલ્હીમાં મતદાન કર્યુ છે.

7.55 AM રવિન્દ્ર રૈનાએ મતદાન કર્યુ

રાજૌરીમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ જમ્મુ-કાશ્મીરની રાજૌરીમાં મતદાન કર્યુ છે.

7.45 AM વિરેન્દ્ર સચદેવાએ મતદાન કર્યુ

ભાજપ પ્રદેશ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ મતદાન કર્યુ અને જણાવ્યું કે લોકશાહીમાં ભાગીદારી નોંધાવીને તેઓ ખુશ છે. લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં બધી 7 બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

7.41 AM બાંસુરી સ્વરાજે મતદાન કર્યુ

નવી દિલ્હી લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર બાંસુરી સ્વરાજ અને તેમના પિતાએ મતદાન કર્યુ છે.

7.40 AM સંબિત પાત્રાએ પુરીમાં દર્શન કર્યા

ઓડિશામાં લોકસભા બેઠકનાં ભાજપ ઉમેદવાર સંબિત પાત્રાએ મતદાન પૂર્વે પુરીમાં ભગવાન જગન્નાથના દર્શન કર્યા છે. મતદારોને મત આપવાની અપીલ કરી છે.

7.35 AM હરિયાણાના નાયબ સિંહ સૈનીએ વોટ આપ્યો

હરિયાણાનાં નાયબ મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ મતદાન કર્યુ.

7.27 AM વિદેશમંત્રીએ કર્યુ મતદાન

ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે દિલ્હીમાં મતદાન કર્યુ છે.

7.23 AM મનોહરલાલ ખટ્ટરે કર્યુ મતદાન

હરિયાણાનાં પૂર્વ મુખ્યમંત્રી અને કરનાલ બેઠકના ભાજપ ઉમેદવાર મનોહરલાલ ખટ્ટરે મતદાન કર્યુ છે.

7.20 AM હરદીપસિંહ પુરીએ મતદાન કર્યુ

તેમણે કહ્યું કે, “અમારી પાસે હાલમાં 303 બેઠકો છે. જો બેઠકો 10% વધે તો અમારી પાસે 330 બેઠકો હશે, જો અમે 15% વધીશું, તો અમારી પાસે 345 બેઠકો હશે. અમારી પાસે 37 સાથી પક્ષો છે, જો તેમાંથી અડધાને 2-3 મળી જાય. બેઠકો, તો અમારી પાસે 400 બેઠકો હશે.

7.10 AM બાંસુરી સ્વરાજે મંદિરમાં પૂજા કરી

નવી દિલ્હી લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર બાંસુરી સ્વરાજે ઝંડેવાલાન મંદિરમાં પૂજ-અર્ચના કરી છે. તેમની સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર સોમનાથ ભારતી મેદાને છે.

7.06 AM મોદીએ વોટ આપવાની અપીલ કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છઠ્ઠા તબક્કા માટે મતદારોને મત આપવાની અપીલ કરી છે. દરેક મતની કિંમત હોવાનું તેમણે જણાવ્યું હતું. લોકતંત્ર ત્યારે જ જીવંત હોય છે જ્યારે પ્રજા દેશના વિકાસમાં ભાગીદારી નોંધાવે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આવતીકાલે લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કાના મતદાન માટે તમામ તૈયારી

આ પણ વાંચો: ગૃહમંત્રી અમિત શાહ આજે આરામાં કરશે જાહેરસભા અને રેલી, મંત્રી અને સાંસદોનો થશે જમાવડો

આ પણ વાંચો:અંબાલાથી વૈષ્ણોદેવીના દર્શન જતી મીની બસનો થયો ભયંકર અકસ્માત, 7ના મોત અને 20 ઘાયલ