Not Set/ લોકસભા/ PMનાં કોંગ્રેસને ચાબખા – આપાતકાળમાં સંવિધાન યાદ ન આવ્યું ??

સંસદનું બજેટ સત્ર હાલ સક્રિય છે. સંસદના બજેટ સત્રનો આજે છઠ્ઠો દિવસ હતો. સંસદના સત્રમાં આજે કે ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર વ્યક્ત કરતા ઠરાવ પર વાત કરવાની સાથે સાથે લગભગ 100 મિનિટનું સંબોધન કર્યું હતું.  નોંધપાત્ર વાત એ છે કે રાષ્ટ્રપતિનું  સંબોઘન કોઈપણ સુધારો કર્યા વગર પસાર કરવાની સરકારની જવાબદારી […]

Top Stories India
PM Modi in Loksbaha લોકસભા/ PMનાં કોંગ્રેસને ચાબખા - આપાતકાળમાં સંવિધાન યાદ ન આવ્યું ??

સંસદનું બજેટ સત્ર હાલ સક્રિય છે. સંસદના બજેટ સત્રનો આજે છઠ્ઠો દિવસ હતો. સંસદના સત્રમાં આજે કે ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર વ્યક્ત કરતા ઠરાવ પર વાત કરવાની સાથે સાથે લગભગ 100 મિનિટનું સંબોધન કર્યું હતું.  નોંધપાત્ર વાત એ છે કે રાષ્ટ્રપતિનું  સંબોઘન કોઈપણ સુધારો કર્યા વગર પસાર કરવાની સરકારની જવાબદારી છે. 

પીએમ મોદીએ બંધારણને લઈને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે ઇમરજન્સી કોણે લીગુ કરી હતી ? આપાતકાળમાં સંવિધાન યાદ ન આવ્યું ? ન્યાયતંત્રને કોણે કચડી નાખ્યું હતું ? બંધારણમાં સૌથી વધુ સુધારા કોણ લાવ્યા ? સૌથી વધુ કલમ 356 કોણે લાગુ કરી? જેમણે ઉપરોક્ત કાર્ય કર્યું છે તેઓને આપણા બંધારણનું ઉડું જ્ઞન મેળવવાની જરૂર છે. કેબિનેટે એક ઠરાવ પસાર કર્યો છે અને તે લોકોએ બંધારણને કેવી રીતે બચાવવું, તે શીખવાની પ્રેસ કોન્ફરન્સ કરીને તે ઠરાવ ફાડી કાઢ્યો હતો, તે ખૂબ જ મહત્વપૂર્ણ વાત છે.

પીએમ મોદીએ કહ્યું કે, જેમણે લોકો પાસેથી જીવવાનો કાયદો છીનવી લેવાની વાત કરી હતી, તેઓએ વારંવાર બંધારણ બોલવું પડશે,  વાંચવું પડશે અને જેમણે બંધારણમાં મોટે મોટા ફેરફાર કરવાની દરખાસ્ત કરી છે, તેઓએ બંધારણ બચાવવા વિશે વાત કરવાની જ  રહેશે. કોંગ્રેસનું નામ લીધા વિની ઇમર્જન્સી અને બંધારણીય ફેરફારોની વાત કરી PM મોદી દ્વારા કોંગ્રેસ પર મુક પ્રહારો કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.