મંતવ્ય ન્યૂઝ,
લોકસભા ચૂંટણી 2019 માટે ગુજરાતની 26 બેઠકો પર 23 એપ્રિલના રોજ મતદાન થવાનું છે ત્યારે કાર્યકર્તાઓ ભાજપમાંથી કોંગ્રેસમાં અને કોંગ્રેસમાંથી ભાજપ માં જતા હોય છે. જો કે અમદાવાદ જિલ્લાના કોંગ્રેસ ના 700 જેટલા કાર્યકતાઓ ભાજપ જિલ્લા માં આર. સી પટેલ ની હાજરી માં જોડાયા હતા. જેને કારણે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. જેમાં બાવળા તાલુકા પંચાયત ના કોંગ્રેસ ના પૂર્વપ્રમુખ પ્રભુભાઈ અને સાણંદ તાલુકા પંચાયત ના કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ રંજનબેન ચાવડા તેમાં કાર્યકતા સાથે ભાજપ નો ખેસ ધારણ કર્યો હતો. આનો સીધોજ ફાયદો ભાજપ ને થશે તે ચોક્કસ છે.
