Not Set/ અમિત શાહે ઉમેદવારી પત્ર સાથે કરોડોની સંપત્તિ દર્શાવી, જુઓ આંકડાઓ

અમદાવાદ, ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્રક ભર્યુ હતુ અને સાથે જ પોતાનાં દ્વારા રજૂ કરાયેલા એફિડેવીટમાં પોતાની આવક અને ખર્ચ તેમજ મિલ્કત જાહેર કરી કરી હતી, એફિડેવિટમાં વર્ષ 2017-18માં તેમની આવક 53.90 લાખ જ્યારે પત્નીની આવક 2.30 કરોડ રુપિયા હોવાનું જાહેર કર્યું ઉપરાંત, પોતાના નામે રૂ. 15.77 લાખ જ્યારે […]

Ahmedabad Gujarat Politics
Amit Shah 555555 અમિત શાહે ઉમેદવારી પત્ર સાથે કરોડોની સંપત્તિ દર્શાવી, જુઓ આંકડાઓ

અમદાવાદ,

ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્રક ભર્યુ હતુ અને સાથે જ પોતાનાં દ્વારા રજૂ કરાયેલા એફિડેવીટમાં પોતાની આવક અને ખર્ચ તેમજ મિલ્કત જાહેર કરી કરી હતી, એફિડેવિટમાં વર્ષ 2017-18માં તેમની આવક 53.90 લાખ જ્યારે પત્નીની આવક 2.30 કરોડ રુપિયા હોવાનું જાહેર કર્યું ઉપરાંત, પોતાના નામે રૂ. 15.77 લાખ જ્યારે પત્નીના નામે 31.92 લાખની લૉન ચાલતી હોવાનું પણ જણાવ્યું..

અમિત શાહ પાસે રૂ.3 કરોડ 85 લાખની સ્વપાર્જિત જંગમ મિલકત

અમિત શાહે પોતાના ઉમેદવારી ફોર્મમાં આપેલ માહિતી અનુસાર, તેમની પાસે રૂ.3 કરોડ 85 લાખની સ્વોપાર્જિત જંગમ મિલકત છે. રૂ.10 કરોડ 38 લાખની વારસાગત જંગમ મિલકત છે. રૂ.35 લાખના દાગીના અને રૂ.18 લાખ રોકડ છે. આ ઉપરાંત તેમની સ્થાવર મિલકતની અંદાજિત બજાર કિંમત રૂ.12.24 કરોડ છે.

પત્નીની આવકમાં ધરખમ વધારો

તેમણે એફિડેવિટમાં ઇન્કમટેક્સ રિટર્નની વિગતો દર્શાવી છે,  તે જોતા તેમના પત્નીની આવકમાં અનેક ઘણો વધારો જોવા મળ્યો છે. વર્ષ 2016-17માં અમિત શાહે ૪૬ લાખ 68 હજારની આવક દર્શાવી હતી, તો બીજી તરફ વર્ષ 2017-18માં ૫૩ લાખ 90,000 ની આવક દર્શાવી છે તે જોતા છેલ્લા એક વર્ષમાં અમિત શાહે બતાવેલ આવકમાં 10 લાખ રૂપિયાનો વધારો થયો છે, જ્યારે તેમની પત્ની સોનલબેન અમિતકુમાર શાહની આવક વર્ષ 2013-14માં રૂ. ૧૪ લાખ 55 હજાર દર્શાવવામાં આવી છે, જ્યારે વર્ષ 2017-18 માં આ આવક વધીને 2કરોડ 30 લાખ 82 હજાર 360 રૂપિયા દર્શાવાઇ છે. એટલે કે વર્ષ 2016-17ના કરતા વર્ષ 2017-18 મા તેમની આવક ડબલ થઈ ગઈ છે. આમ વર્ષ 2014 કરતાં તેમની પત્નીની આવકમાં અંદાજિત 16 ટકાનો આવકમાં વધારો થયો હોવાનું જાણવા મળે છે.

જણાવી દઇએ કે ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા, અમિત શાહનો ભવ્ય રોડ શો યોજાયો હતો. વધુ વિગત પ્રમાણે અમિત શાહે રોડ શોની શરૂઆત પહેલા થલતેજના નિવાસથી તેઓ સરદાર પટેલી પ્રતિમા ખાત પહોંચ્યા હતા અને સરદારની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા. દરમિયાન શંખનાદ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અહીં સભા યોજી હતી. જેમાં NDAના નેતાઓએ વિક્રમી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ રોડ શોના રૂટ પર 24 જગ્યાએ અલગ અલગ સમાજના લોકો અને આગેવાનો અમિત શાહનું સ્વાગત કર્યું હતું. રૂટ પર 25 જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા હતા. 4 કિમીના 3 કલાક ચાલનારા રોડ શોમાં અમિત શાહે પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું . તેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા હતા. તદુપરાંત મોટી સંખ્યામાં સમર્થકો અને રાષ્ટ્રીય નેતાઓ રથમાં સવાર થયા હતા જો કે કાળઝાળ ગરમીને કારણે રથને રીતસર દોડાવવાની ફરજ પડી હતી.

મોદીનું નેતૃત્વ સમયની માંગ – અમિત શાહ

સભામાં મોદીના નેતૃત્વને સમયની માંગને ગણવતા શાહે કહ્યું કે ચૂંટણી એક જ મુદ્દે લડાશે કે દેશનું નેતૃત્વ કોણ કરશે…. અરૂણાચલથી કન્યાકુમારી સુધી એક જ અવાજ આવે મોદી મોદી અને મોદી, આ સાથે તેઓએ ભવ્ય વિજયનો આશાવાદ વ્યક્ત કરતા કહ્યું કે દેશમાં ફરી એકવાર મોદીની સરકાર બનશે.