Not Set/ વિપક્ષોએ ફરી ઇવીએમ પર ઉભા કર્યા સવાલ,કહ્યું : બટન દબાવવા પર એક જ પાર્ટીને વોટ મળ્યાં

આજે ઇવીએમને લઇને વિરોધ પક્ષની બેઠક થઇ છે. બેઠકમાં કોંગ્રેસે એકવાર ફરીથી ઇવીએમ પર પ્રશ્નો ઉભા કર્યા છે. કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ ઇવીએમ પર પ્રશ્ન ઉભા કરતા આરોપ મૂક્યો છે કે ચૂંટણી કમિશન આના પર યોગ્ય રીતે ધ્યાન નથી આપી રહ્યા. તેમણે જણાવ્યું કે, “પહેલા તબક્કા પછી જ આના પર પ્રશ્નનો ઉભા થયા પરંતુ […]

Top Stories India Trending
hanhha 14 વિપક્ષોએ ફરી ઇવીએમ પર ઉભા કર્યા સવાલ,કહ્યું : બટન દબાવવા પર એક જ પાર્ટીને વોટ મળ્યાં

આજે ઇવીએમને લઇને વિરોધ પક્ષની બેઠક થઇ છે. બેઠકમાં કોંગ્રેસે એકવાર ફરીથી ઇવીએમ પર પ્રશ્નો ઉભા કર્યા છે. કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ ઇવીએમ પર પ્રશ્ન ઉભા કરતા આરોપ મૂક્યો છે કે ચૂંટણી કમિશન આના પર યોગ્ય રીતે ધ્યાન નથી આપી રહ્યા.

તેમણે જણાવ્યું કે, “પહેલા તબક્કા પછી જ આના પર પ્રશ્નનો ઉભા થયા પરંતુ કમિશનએ સંપૂર્ણ ધ્યાન આપ્યુ નહીં. જો તમે એક્સ પાર્ટીનું બટન દબાવો છો તો તે વાય પાર્ટીને જઈ રહ્યો છે. વીવીપીટી પર ડિસ્પ્લે પણ 7 સેકંડની જગ્યાએ 3 સેકન્ડ માટે બતાવામાં આવ્યું.”

અભિષેક મનુએ આગળ કહ્યું કે લખો મતદારોનું નામ વિના ભૌતિક ચકાસણીની ઑનલાઇન કટ કરવામાં આવ્યા. પક્ષોએ ચૂંટણી કમિશનને એક લાંબી યાદી આપી છે. વીવીપીટીટી ઓછામાં ઓછા 50 ટકા પેપર ટ્રેલને ગણવા હવે વધુ જરૂરી થઇ ગયું છે.

મનુએ આગળ કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું અને ઇવીએમમાં ગડબડી મુદ્દા પર દેશવ્યાપી અભિયાન ચલાવીશું. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્ર બાબુ નાયડુએ કહ્યું કે 21 રાજકીય પક્ષો 50 ટકા મતદાન સ્લિપ મેળવણી ઇવીએમથી કરવાની માંગ કરી રહ્યા છે.