Not Set/ હાર્દિકને પડેલ થપ્પડથી ભાજપને કંઈ લેવાદેવા નથી: સીએમ રૂપાણી

ખેડા, ખેડાના કપડવંજ ખાતે સીએમ રૂપાણીની સભા યોજાઇ હતી.આ સભામાં સીએમ રૂપાણીએ કોંગ્રેસ પર આકાર પ્રહાર કર્યા હતા અને 26 બેઠકો પર ભાજપની જીત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ હાર્દિક પટેલ પર થયેલા હુમલાને લઇને પણ સીએમ રૂપાણીએ પ્રતિક્રિયા આપી હતી.. સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે કોગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દીક પટેલને થપ્પડ પડવા […]

Top Stories Trending Videos
gdg 9 હાર્દિકને પડેલ થપ્પડથી ભાજપને કંઈ લેવાદેવા નથી: સીએમ રૂપાણી

ખેડા,

ખેડાના કપડવંજ ખાતે સીએમ રૂપાણીની સભા યોજાઇ હતી.આ સભામાં સીએમ રૂપાણીએ કોંગ્રેસ પર આકાર પ્રહાર કર્યા હતા અને 26 બેઠકો પર ભાજપની જીત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ હાર્દિક પટેલ પર થયેલા હુમલાને લઇને પણ સીએમ રૂપાણીએ પ્રતિક્રિયા આપી હતી..

સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે કોગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દીક પટેલને થપ્પડ પડવા બાબતે સીએમ રુપાણીએ પ્રતિક્રીયા આપી છે. ખેડાના કપડવંજ ખાતે પ્રચાર માટે આવેલા સીએમ રૂપાણીએ જણાવ્યુ હતુ કે લોકસાહીમાં આવી ઘટના ઘટે તે અયોગ્ય છે. આ હુમલા સાથે ભાજપને કઇ લેવાદેવા નથી તેમ પણ તેઓએ જણાવ્યુ હતુ. કોગ્રેસને કોઇપણ જગ્યાએ સહાનુભુતી મળી રહી નથી. તેથી આ પ્રકારની ઘઠનામાં કોગ્રેસ સહાનુભુતી લેવાનો પ્રયાસ કરી રહી છે. તેમ સીએમ વીજય રૂપાણીએ જણાવ્યુ હતુ. તેઓએ કહ્યું હતુ કે છેલ્લા ત્રણ ચાર વર્ષથી સીએમ ગુજરાતમાં ફરે છે, પ્રવચનો કરે છે, પરંતુ આવુ ક્યારેય બન્યું નથી.

આ પ્રકારની ઘટના અયોગ્ય છે, લોકસાહીમાં આવુ ન થવુ જોઇએ. જોકે તે લોકો પણ છેલ્લા કેટલાક સમયથી જે રીતે ભાષણો કરી રહ્યા છે ત્યારે આ કોઇ અંગત અદાવત હોય તેમ લાગે છે. આ ઘટના સાથે ભાજપને કઇ જ લેવાદેવા નથી.