Not Set/ સુરત: ટ્રાફિક પોલીસ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન,સર્વાધિક મત કરવા લોકોને અપીલ

સુરત, લોકસભાની ચૂંટણી માટે દેશના મતદરો વધુ ને વધુ મતદાન કરે તે માટે રાજકીય પક્ષો ની સાથે સાથે હોવી પ્રશાસન પણ મતદાન જાગૃતિ અભિયાન ચાલવામાં વ્યસ્ત થયું છે. સુરત માં ટ્રાફિક પોલીસ દંડ ઉઘરાવવાનું બાજુ પર મૂકી મતદાન અભિયાન શરૂ કર્યું છે. સુરતના ટ્રાફિક જનકસનો પર આજે ટીઆરબી અને ટ્રાફિક પોલીસ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન […]

Top Stories Trending
gdg 17 સુરત: ટ્રાફિક પોલીસ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન,સર્વાધિક મત કરવા લોકોને અપીલ

સુરત,

લોકસભાની ચૂંટણી માટે દેશના મતદરો વધુ ને વધુ મતદાન કરે તે માટે રાજકીય પક્ષો ની સાથે સાથે હોવી પ્રશાસન પણ મતદાન જાગૃતિ અભિયાન ચાલવામાં વ્યસ્ત થયું છે. સુરત માં ટ્રાફિક પોલીસ દંડ ઉઘરાવવાનું બાજુ પર મૂકી મતદાન અભિયાન શરૂ કર્યું છે.

સુરતના ટ્રાફિક જનકસનો પર આજે ટીઆરબી અને ટ્રાફિક પોલીસ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. હાથ માં મતદાન જાગૃતિ અભિયાન ના બેનર લઈને આ ટીઆરબી ના જવાનો સુરતવાસીઓ ને વધુ ને વધુ મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે. લોકસભા ની ચૂંટણી માં સુરત શહેર ના રહીશો દ્વારા મોટી સંખ્યા માં મતદાન કરી પોતાના મતાધિકાર નો ઉપયોગ કરી ને દેશ હિતનું કામ કરવામાં પોતાનો ફાળો આપે એવી અપીલ કરવામાં આવી રહી છે.

લોકશાહી માં એક દિવસ નો રાજા ગણાતો મતદાર પોતાનો અધિકાર નો સદુપયોગ કરે એવી અપીલ કરવામાં આવી રહી છે. સુરત ના જાહેર માર્ગો પર થી પસાર થતા રાહદારીઓ સામાન્ય રીતે ટ્રાફિક પોલીસ ને સામે આવતા જોઈ ને ગભરાય જતા હોય છે પરંતુ આજે કૈક અલગ જ માહોલ જોવા મળે છે. વાહન ચાલકો સામે ચાલી ટ્રાફિક જવાનો ના આ અભિયાન માં સહકાર આપી રહ્યા છે. અધિકારીઓ પણ લોકોને મોટી સંખ્યા માં મતદાન કરવા અપીલ કરી રહ્યા છે.