Not Set/ ઈંટો વરસાદમાં પલડી જતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકશાન

વલસાડમાં આવેલ ઈંટ ના વેપારીઓ ને તાઉતે વાવાઝોડા ના કારણે પડેલ વરસાદ ને કારણે તેમની તમામ ઈંટો પલડી જતા ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો.

Gujarat Others Trending
wrukharopan 3 ઈંટો વરસાદમાં પલડી જતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકશાન

સમગ્ર ગુજરાત માં કોરોના ના કારણે લોકો ની આર્થિક સ્થિતિ ઘમરોળી હતી.  સ્થિતિ થોડી સુધરી હતી ત્યાં તાઉતે વાવાઝોડા એ લોકો ની સ્થિતિ ફરી બગાડી છે. વાવાઝોડું તો આવ્યું અને ગયું.પરંતુ પોતાની પાછળ તારાજી અને માત્ર તારાજી મૂકી ગયું છે.  કૃષિ પાક, મમીઠાના અગર, હોય કે પછી ઇંટોના ભઠ્ઠા વાવાઝોડું બધે જ વિનાશ વેરીને ગયું છે.

valsad 1 ઈંટો વરસાદમાં પલડી જતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકશાન

તાઉતે વાવાઝોડા ને પગલે સમગ્ર રાજ્ય ના ઘણા જિલ્લાઓ માં વરસાદ પડતા લોકો ના જનજીવન પર અસર પડી હતી.  જેને લઈને ખેતી સહીત માટી ના ઉદ્યોગો સાથે સંકળાયેલ લોકો ને મોટું નુકશાન થવા પામ્યું હતું. વલસાડમાં આવેલ ઈંટ ના વેપારીઓ ને તાઉતે વાવાઝોડા ના કારણે પડેલ વરસાદ ને કારણે તેમની તમામ ઈંટો પલડી જતા ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો.  આશરે 90 હજાર થી 1 લાખ જેટલી ઈંટો વરસાદમાં પલડી જતા 20 લાખ થી વધુ રૂપિયાનું નુકસાન વેપારીઓ ને થયું છે. જેને લઈને સરકાર દ્વારા આ બાબતે સહાય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.