Not Set/ યુપીમાં મળી આવી એક અજીબ માછલી જેની 3 લાખની બોલી લાગી, શું છે ખાસ?

યુપીના બુલંદશહેર જિલ્લામાં માછલીની એક ઝલક મેળવવા માટે પણ લોકો પાગલ થઈ રહ્યા છે. આટલું જ નહીં, ખરીદદારો આ માછલી ખરીદવા માટે મો માંગી કિમત  ચૂકવવા પણ તૈયાર છે.

Ajab Gajab News Trending
ભરૂચ 5 યુપીમાં મળી આવી એક અજીબ માછલી જેની 3 લાખની બોલી લાગી, શું છે ખાસ?

યુપીમાં એક દુર્લભ માછલી મળી આવી છે, જેના શરીર પર અલ્લાહ  લખેલું છે. આ માછલીને જોવા લોકોની ભીડ જામી છે. ખાસ વાત એ છે કે લોકો પહેલાથી જ ત્રણ લાખ રૂપિયા સુધીની બોલી લગાવી ચૂક્યા છે પરંતુ હજુ સુધી તેનું વેચાણ થયું નથી.

યુપીના બુલંદશહેર જિલ્લામાં માછલીની એક ઝલક મેળવવા માટે પણ લોકો પાગલ થઈ રહ્યા છે. આટલું જ નહીં, ખરીદદારો આ માછલી ખરીદવા માટે મો માંગી કિમત  ચૂકવવા પણ તૈયાર છે. આ કોઈ સામાન્ય માછલી નથી. આવો તમને જણાવીએ આ અનોખી માછલીની વિશેષતા. વાસ્તવમાં, આ માછલીના શરીર પર આકૃતિઓ દેખાય છે, જેના પર અલ્લાહ લખેલું જોવા મળે છે. આ માછલીના માલિક બનવા માટે, ખરીદદારો 3 લાખ રૂપિયા સુધી ચૂકવવા તૈયાર છે, પરંતુ માછલીના વાસ્તવિક માલિકે માછલી વેચવાની ના પાડી દીધી છે. તે કહે છે કે તેને માછલીનો ખૂબ શોખ છે અને તે ગમે તેટલી કિમત આપશે તો પણ તે આ માછલીને વેચશે નહીં. દાવો કરવામાં આવી રહ્યો છે કે સોશિયલ મીડિયા પર વાયરલ આ માછલીના શરીર પર અલ્લાહ લખેલું છે.

મળતી માહિતી મુજબ, બુલંદશહેરના કૃષ્ણા નગરના રહેવાસી બિઝનેસમેન અંકુર સિંઘલ માછલી ઉછેરનો શોખીન છે. લાંબા સમયથી તેઓ એક્વેરિયમ માં વિવિધ પ્રકારની માછલીઓનો ઉછેર કરે છે. લગભગ બે વર્ષ પહેલા તે દિલ્હીથી એક માછલી લાવ્યા હતા.  જેના માટે તે પોતે જ માછલીઓનું ખાવા-પીવાનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. આટલા લાંબા સમય સુધી સાથે રહેતા, માછલીના માલિક અંકુરને તેની સાથે ખૂબ લગાવ થઈ ગયો. ઘણા લોકો શરીર પર અલ્લાહ લખેલી માછલી ખરીદવા માટે તેના ઘરે પહોંચી રહ્યા છે અને માંગેલી કિંમત ચૂકવવા તૈયાર છે પરંતુ તેઓએ તેને વેચવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. આ અનોખી માછલીને જોવા માટે લોકો પણ લાઈનો લગાવી રહ્યા છે.

આજે આ માછલીની ચર્ચા આખા શહેરમાં થઈ રહી છે. પ્રખ્યાત માછલી ઓસ્કર પ્રજાતિ હોવાનું જાણવા મળ્યું છે.  આ માછલી ખરીદવા માટે સૌથી પહેલા એક મુસ્લિમ યુવક પહોંચ્યો હતો અને તેણે જોયું કે માછલીના શરીર પર એક આકૃતિ લખેલી હતી. પરંતુ માછલીના હિન્દુ માલિકે તે માછલી વેચવાની ના પાડી. આ પછી ધીરે ધીરે આ અનોખી માછલીની ચર્ચા આખા શહેરમાં ફેલાઈ ગઈ. આજે આ માછલી લેવા માટે ખરીદદારો 3 લાખ રૂપિયા ચૂકવવા પણ તૈયાર છે, પરંતુ વેપારીએ તેને વેચવાની ના પાડી દીધી છે.