દુર્ઘટના/ જમશેદપૂરમાં પ્રખ્યાત કાલી મંદિરમાં આગ લાગતાં લાખોનું નુકશાન

પારડીહ સ્થિત કાલીમંદિરની પાછળની બાજુમાં લાગેલી આગને કારણે લાખો રૂપિયાનું નુકશાન થયું છે. આગ લાગવાની વાતની સાથે જ મંદિરમાં ત્રણ અગ્નિશામક દળ, બે ટેન્કર અને સતત આગ પર કાબૂ મેળવવાની કોશિશ કરી હતી. બપોરે લાગેલી આગને ઓલવવા માટે ઘણી જહેમત બાદ સાંજે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ અંગેના સમાચારો વહેતા થયાની સાથે જ જમશેદપુર, […]

India
indonesia 17 જમશેદપૂરમાં પ્રખ્યાત કાલી મંદિરમાં આગ લાગતાં લાખોનું નુકશાન

પારડીહ સ્થિત કાલીમંદિરની પાછળની બાજુમાં લાગેલી આગને કારણે લાખો રૂપિયાનું નુકશાન થયું છે. આગ લાગવાની વાતની સાથે જ મંદિરમાં ત્રણ અગ્નિશામક દળ, બે ટેન્કર અને સતત આગ પર કાબૂ મેળવવાની કોશિશ કરી હતી. બપોરે લાગેલી આગને ઓલવવા માટે ઘણી જહેમત બાદ સાંજે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ અંગેના સમાચારો વહેતા થયાની સાથે જ જમશેદપુર, ચાંદિલ, પાટમાડા, ફાડલોગોદાથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે દેશભરના ભક્તોના આદરનું કેન્દ્ર માનવામાં આવે છે, અહી લાખોની સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડતી હોય છે.

કાળી મંદિરની સુરક્ષા માટે ચાર જેટલા શ્વાનને પાળવામાં આવતા હતા અને તેમના માટે એક શ્વાન ઘર પણ ત્યાર કરવામાં આવ્યું હતું અને આ જ ઘરમાં આગ લાગી હતી.એકાએક ફાટી નીકળેલી આગે પાછળથી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આગની ઝપેટમાં મંદિરનો કેટલોક હિસ્સો પણ આવી ગયો હતો.