Not Set/ કુંભ મેળો ૨૦૧૯ : ‘ ખોવાયેલા અને મળેલા ‘ લોકો માટે ૧૫ સ્ટોલ અને મોબાઈલ એપ બનાવાયી

ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજના કુંભના મેળાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. યોગી સરકાર દ્વારા આ મેળાને લઈને જોર-શોરથી તૈયારી કરી રહી છે. કુંભના મેળામાં ખોવાઈ ગયાના ઘણા કિસ્સા તમે સાંભળ્યા હશે. દેશભરમાંથી મોટી સંખ્યામાં માનવ મહેરામણ અહી ઉમટી પડે છે. ભીડના લીધે ઘણા લોકો પરિવારથી છુટા પડી જાય છે. Prayagraj: Visuals of a 'Lost […]

Top Stories India Trending
kumbh banner 1 કુંભ મેળો ૨૦૧૯ : ' ખોવાયેલા અને મળેલા ' લોકો માટે ૧૫ સ્ટોલ અને મોબાઈલ એપ બનાવાયી

ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજના કુંભના મેળાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. યોગી સરકાર દ્વારા આ મેળાને લઈને જોર-શોરથી તૈયારી કરી રહી છે.

કુંભના મેળામાં ખોવાઈ ગયાના ઘણા કિસ્સા તમે સાંભળ્યા હશે. દેશભરમાંથી મોટી સંખ્યામાં માનવ મહેરામણ અહી ઉમટી પડે છે. ભીડના લીધે ઘણા લોકો પરિવારથી છુટા પડી જાય છે.

આ સમસ્યાના નિવારણ અર્થે ૧૫ સ્ટોલ બનાવવામાં આવ્યા છે. ખોવાયેલા અને મળેલા લોકો માટે કુંભના મેળામાં ૧૫ સ્ટોલ બનાવવામાં આવ્યા છે. એટલું જ નહી પરંતુ મોબાઈલ એપ પણ બનાવવામાં આવી છે.

પ્રયાગરાજે બનાવી દીધો આ વર્લ્ડ રેકોર્ડ 

દુનિયાભરથી લોકો આ મેળામાં આવે છે તે લોકોને અગવડ ન પડે તેનું ધ્યાન અહી રાખવામાં આવે છે.માત્ર મેળા માટે જ ૨૫૦ કિલોમીટર લાંબો રોડ બનાવવામાં આવ્યો છે અને કુલ ૨૨ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ તૈયારીઓ સાથે પ્રયાગરાજ દુનિયાભરનું સૌથી મોટું અસ્થાયી શહેર બની ગયું છે. કરોડો શ્રદ્ધાળુને ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરવામાં આવી રહી છે.

૪૦,૦૦૦ એલઈડી બલ્બની સુવિધા 

સોમવારે ઉત્તર પ્રદેશની સરકારે જણાવ્યું હતું કે પ્રયાગરાજ દુનિયાનું સૌથી મોટું અસ્થાયી શહેર બની ગયું છે. કુંભ મેળામાં એવું પ્રથમ વખત થઇ રહ્યું છે કે અહિયાં આશરે ૪૦ હજાર એલઈડી બલ્બ લગાવવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે યુનેસ્કોએ કુંભના મેળાને માનવ જાતિનો સૌથી મોટા સાસ્કૃતિક વારસાનું બિરુદ આપ્યું છે. આ વખતે યોગી સરકારને કુંભના મેળામાં દેશભરમાંથી કુલ ૬ લાખ શ્રધ્ધાળુઓ અને આશરે ૫૦૦૦ એનઆરઆઈ આવશે તેવી આશા છે.

૨૮૦૦ કરોડનું બજેટ પ્લાન 

વર્ષ ૨૦૧૯નું કુંભના મેળાના આયોજન માટે ૨૮૦૦ કરોડ રૂપિયાના બજેટનો પ્લાન કરવામાં આવ્યો છે.  વર્ષ ૨૦૧૩ દરમ્યાન કુંભના આયોજન માટે ૧૨૧૪ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.