Not Set/ ગૌશાળાની ગાયોનો મામલો: બે રૂપિયે કિલો અપાશે ઘાસચારો, પાણી માટે ટેન્કરોની કરાશે વ્યવસ્થા

બનાસકાંઠામાં ગૌશાળામાં સહાય અંગે કલેક્ટર સાથે સંચાલકોની તેમજ પશુ પ્રેમીઓની બેઠક મળી હતી. જે બેઠક નિષ્ફળ રહેતા આખરે ગૌશાળાના સંચાલકોને ગાયોને છૂટી કરી દેવાનો નિર્ણય કર્યો હતો અને શનિવાર સવાર પડતાંની સાથે જ ગાયોને છૂટી કરી દેવામાં આવી હતી. આ મામલે સમાધાન કરવા નાયબ કલેકટર, મામલતદાર, પોલીસ ટીમ ગૌશાળા પહોંચ્યા હતાં. જ્યાં સરકારી અધિકારીએ ગૌશાળાના સંચાલકોની […]

Top Stories
gaytri. ગૌશાળાની ગાયોનો મામલો: બે રૂપિયે કિલો અપાશે ઘાસચારો, પાણી માટે ટેન્કરોની કરાશે વ્યવસ્થા

બનાસકાંઠામાં ગૌશાળામાં સહાય અંગે કલેક્ટર સાથે સંચાલકોની તેમજ પશુ પ્રેમીઓની બેઠક મળી હતી. જે બેઠક નિષ્ફળ રહેતા આખરે ગૌશાળાના સંચાલકોને ગાયોને છૂટી કરી દેવાનો નિર્ણય કર્યો હતો અને શનિવાર સવાર પડતાંની સાથે જ ગાયોને છૂટી કરી દેવામાં આવી હતી. આ મામલે સમાધાન કરવા નાયબ કલેકટર, મામલતદાર, પોલીસ ટીમ ગૌશાળા પહોંચ્યા હતાં. જ્યાં સરકારી અધિકારીએ ગૌશાળાના સંચાલકોની સાથે બેઠક કરીને સમાધાન કરવાના પ્રયાસ કર્યા હતાં.

બનાસકાંઠામાં ડીસા -કાંટ પાંજરાપોળમાંથી પશુઓ છોડી મૂકવામાં આવતા તંત્રના અધિકારીઓ ચિંતામાં આવી ગયા હતા. પોલીસની હાજરીમાં પણ પશુઓ છોડાતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. તંત્રના અધિકારીઓની આંખ ઉઘડે તે માટે સંચાલકોએ સરકારી કચેરીઓમાં પશુઓને ઘુસાડવાનો નિર્ણય કર્યો હતો. મામલતદાર અને પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સેંકડો જેટલા પશુઓને ડીસા-કાંડ પાંજરાપોળમાંથી છોડી મૂકાયા હતા. ત્યારે પશુઓને આગળ જતા અટકાવવા માટે પોલીસે આડાશ મુકી દીધી હતી.

ગૌશાળાની ગાયોનાં મામલે બનાસકાંઠાનાં જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે, બનાસકાંઠાના જિલ્લા કલેકટરે કહ્યું કે ગૌશાળાને 2 રૂપિયે કિલો ઘાસચારો આપવામાં આવશે. પાણી માટે સરકાર દ્વારા ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવશે. જાહેર માર્ગો પર પશુઓને મોટી સંખ્યામાં લઈ જઈ શકાશે નહીં. ગુજરાત પોલીસ એકટ અધિનિયમ 135,128 મુજબ કાર્યવાહી થશે. કાયદાનો ભંગ કરનાર ઈસમોની અટકાયત કરી કાર્યવાહી કરાશે, ગૌશાળાનાં સંચાલકોએ ગાયો કચેરી સુધી લઈ જવાની ચીમકી આપી હતી. ગૌશાળાનાં સંચાલકોની ચીમકીનાં પગલે અ્ગમચેતીનાં રુપે આ કાર્યવાહી કરી છે. 5 મેથી 10 મે સુધી જીલ્લા કલેક્ટરનું આ જાહેરનામું અમલમાં રહેશે.

બનાસકાંઠાના ડીસામાં ગૌશાળામાંથી ગાયો છોડી મૂકવાના મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું હતું. નીતિન પટેલે જણાવ્યું કે ગાયોને ગૌશાળામાંથી છોડી મૂકવી અયોગ્ય છે.

આ મામલે સંચાલકોએ મુખ્યમંત્રીને મળીને તેમની રજૂઆત કરવી જોઈએ અને રાજ્ય સરકાર પાંજરાપોળને મદદ કરે છે. ઘાસચારા માટે પણ સરકાર દ્વારા મદદ કરવામાં આવે છે.

હજારો પશુઓને છોડી મૂકવામાં આવતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પાંજરાપોળમાંથી પશુઓને છૂટા મુકનારા સંચાલકોની પણ અટકાયત કરવામાં આવી હતી. જેને લઈને મામલો વધુ ગરમાયો હતો. ડીસામાં 5 હજાર જેટલા પશુઓને પોલીસે અટકાવી હતી અને પાંજરાપોળમાં પરત મોકલવા માટે કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારે પાંજરાપોળના સંચાલકોનો આક્ષેપ છે કે પોલીસે ગાયો અને પશુઓને બેફામ રીતે લાકડીઓ ફટકારી હતી.