Not Set/ નવી ઓફર સાથે તૈયાર જીઓ, મફતમાં મળશે એક ટીબી ડેટા

મુકેશ અંબાણીના સ્વામિત્વવાળી કંપની જીઓ ટેલીકોમ સેક્ટરમાં ધમાકો લાવ્યા બાદ હવે તેમના પગલા બ્રોડબેન્ડ ઈન્ટરનેટ તરફ વધારી રહી છે. કંપની પોતાના જીઓ ફાઈબર સર્વિસના સહારે બ્રોડબેન્ડ ઈન્ટરનેટની દુનિયામાં કબજો જમાવવા માંગે છે. કંપનીએ દેશના અમુક બજારોમાં 1.1 ટીબી (ટેરાબાઈટ) ફ્રી ડેટા સાથે હાઈ સ્પીડ ફાઈબર ટુ ધ હોમ (એફટીટીએચ) બ્રોડબેન્ડ કનેક્શન દેવાનું શરુ કરી દીધું […]

Tech & Auto Business
Reliance jio broadband નવી ઓફર સાથે તૈયાર જીઓ, મફતમાં મળશે એક ટીબી ડેટા

મુકેશ અંબાણીના સ્વામિત્વવાળી કંપની જીઓ ટેલીકોમ સેક્ટરમાં ધમાકો લાવ્યા બાદ હવે તેમના પગલા બ્રોડબેન્ડ ઈન્ટરનેટ તરફ વધારી રહી છે. કંપની પોતાના જીઓ ફાઈબર સર્વિસના સહારે બ્રોડબેન્ડ ઈન્ટરનેટની દુનિયામાં કબજો જમાવવા માંગે છે.

કંપનીએ દેશના અમુક બજારોમાં 1.1 ટીબી (ટેરાબાઈટ) ફ્રી ડેટા સાથે હાઈ સ્પીડ ફાઈબર ટુ ધ હોમ (એફટીટીએચ) બ્રોડબેન્ડ કનેક્શન દેવાનું શરુ કરી દીધું છે. આમાં ડેટાની સ્પીડ 100 એમબીપીએસ છે. કંપની આ સર્વિસની કોમર્શિયલ ઓપનીંગ આ વર્ષના સેકંડ હાફમાં કરશે.

એક સમાચાર પત્રના કહેવા પ્રમાણે, શરૂઆતમાં એફટીટીએચ પ્લાનમાં 100 એમબીપીએસ ની સ્પીડની સાથે 100 જીબી ડેટા મળશે. જેમ જ આ ડેટા સમાપ્ત થશે ત્યારે ગ્રાહક એક મહિનામાં 25 વખત ફ્રીમાં 40 જીબીનું ડેટા રિચાર્જ કરી શકશે. એટલે કે ગ્રાહકોને એક મહિનામાં કુલ 1,100 જીબી ડેટા મફતમાં મળશે.

કંપની આ સર્વિસને ઘરેલું અને કારોબારી બંને રીતે ગ્રાહકોને રજુ કરશે. આ સિવાય ગ્રાહકોને કેબલ વગર ઘરના એક-એક ખૂણે વાઈફાઈ પહોચાડવા માટે જીઓ ‘એક્સ્ટેન્ડ’ નો પણ વિકલ્પ મળશે.