Not Set/ LPG સિલિન્ડર અને CNG નાં ભાવમાં થયો વધારો, જાણો નવી કિંમત

પેટ્રોલિયમ કંપનીઓનાં જાહેરનામા મુજબ, બિન-સબસિડીવાળા એલપીજી પ્રતિ સિલિન્ડર રૂ. 15.5 મોંઘી થઇ ગઇ છે. દિલ્હીમાં એરક્રાફ્ટ ટર્બાઇન ફ્યુઅલ એક કિલોલિટર દીઠ 596.62 અથવા 0.9 ટકા સસ્તી થતા 62,698.86 પ્રતિ કિલોલિટર થઇ ગયુ. સતત ત્રીજા મહિનામાં એરક્રાફ્ટ ફ્યુઅલનાં ભાવમાં આ ઘટાડો થયો છે. સબસિડી વિનાનું સિલિન્ડર 15.5 રૂપિયાથી 590 રૂપિયા સુધી મોંઘું થઈ ગયું છે. કેરોસીનનાં […]

Business
lpg LPG સિલિન્ડર અને CNG નાં ભાવમાં થયો વધારો, જાણો નવી કિંમત

પેટ્રોલિયમ કંપનીઓનાં જાહેરનામા મુજબ, બિન-સબસિડીવાળા એલપીજી પ્રતિ સિલિન્ડર રૂ. 15.5 મોંઘી થઇ ગઇ છે. દિલ્હીમાં એરક્રાફ્ટ ટર્બાઇન ફ્યુઅલ એક કિલોલિટર દીઠ 596.62 અથવા 0.9 ટકા સસ્તી થતા 62,698.86 પ્રતિ કિલોલિટર થઇ ગયુ.

cng LPG સિલિન્ડર અને CNG નાં ભાવમાં થયો વધારો, જાણો નવી કિંમત

સતત ત્રીજા મહિનામાં એરક્રાફ્ટ ફ્યુઅલનાં ભાવમાં આ ઘટાડો થયો છે. સબસિડી વિનાનું સિલિન્ડર 15.5 રૂપિયાથી 590 રૂપિયા સુધી મોંઘું થઈ ગયું છે. કેરોસીનનાં ભાવમાં સતત 26 માં મહિને લિટર દીઠ 25 પૈસાનો વધારો રહ્યો છે. રાજધાની દિલ્હી અને આસપાસનાં વિસ્તારોમાં રવિવારે સીએનજીનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. એપ્રિલ પછી સીએનજીનાં ભાવમાં ત્રીજી વખત વધારો કરવામાં આવ્યો છે. રૂપિયા સામે ડોલર મજબૂત થવાને કારણે સીએનજી મોંઘું થઈ ગયું છે. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિ. (આઈજીએલ) એ નિવેદનમાં જણાવ્યું છે કે, સીએનજીનાં ભાવમાં દિલ્હી, રેવાડી, ગુરુગ્રામ અને કરનાલમાં પ્રતિ કિલો 50 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. તે જ સમયે, નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદમાં તેના ભાવમાં 55 પૈસા પ્રતિ કિલોનો વધારો થયો છે.

jkd 5d6ba85e7a7fc LPG સિલિન્ડર અને CNG નાં ભાવમાં થયો વધારો, જાણો નવી કિંમત

દિલ્હીમાં સીએનજી હવે 47.10 રૂપિયા પ્રતિ કિલો થઇ ગયો છે. નોઇડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં તે હવે વધીને 53.5૦ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. ગુરુગ્રામ અને રેવાડીમાં સીએનજીની કિંમત 58.95 રૂપિયા પ્રતિ કિલો અને કરનાલમાં 55.95 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. આ વર્ષે એપ્રિલ પછી સીએનજીનાં ભાવમાં આ ત્રીજી વૃદ્ધિ છે. એપ્રિલ 2018 પછી આઠમી વખત આ વધારો કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.