Not Set/ LRD વિવાદ/ મુખ્યમંત્રી તાયફાઓમાંથી બહાર આવે અને અમને સાંભળે : દિનેશ બાંભણિયા

એલઆરડી મામલે દિવસે ને દિવસે સરકાર મુશ્કેલીમાં મુકાતી જઇ રહી છે. ત્યારે ગાંધીનગર ખાતે આ મુદ્દે નેતાઓ અને આંદોલનકારી ચહેરાઓ સામે આવી રહ્યા છે. જેમા તાજેતરમાં પ્રમુખ ચહેરા તરીકે દિનેશ બાંભણીયાનો ચહેરો સામે આવી રહ્યો છે. તાજેતરમાં તેમનુ નિવેદન સામે આવ્યુ છે. દિનેશ બાંભણિયાનું કહેવુ છે કે સરકાર આ મુદ્દે અમારી વાતને સાંભળે. અમારી સાથે […]

Top Stories Gujarat
ANDOLAN1 LRD વિવાદ/ મુખ્યમંત્રી તાયફાઓમાંથી બહાર આવે અને અમને સાંભળે : દિનેશ બાંભણિયા

એલઆરડી મામલે દિવસે ને દિવસે સરકાર મુશ્કેલીમાં મુકાતી જઇ રહી છે. ત્યારે ગાંધીનગર ખાતે આ મુદ્દે નેતાઓ અને આંદોલનકારી ચહેરાઓ સામે આવી રહ્યા છે. જેમા તાજેતરમાં પ્રમુખ ચહેરા તરીકે દિનેશ બાંભણીયાનો ચહેરો સામે આવી રહ્યો છે. તાજેતરમાં તેમનુ નિવેદન સામે આવ્યુ છે. દિનેશ બાંભણિયાનું કહેવુ છે કે સરકાર આ મુદ્દે અમારી વાતને સાંભળે. અમારી સાથે આ મુદ્દે વાત કરે. આ મુદ્દે માટે CM રૂપાણી રજૂઆતનો સમય આપે.

છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા એલઆરડી મુદ્દે હવે દિનેશ બાંભણિયાએ સરકાર સામે બાયો ચઢાવી છે. બાંભણિયાનું કહેવુ છે કે, અમે આ મુદ્દે મધ્યસ્થીનાં જવાબની રાહ જોઇ રહ્યા છીએ. તાજેતરમાં ચાલી રહેલા મુદ્દે સરકાર ધ્યાન આપે અને મુખ્યમંત્રી તાયફાઓમાંથી બહાર આવી અમને સાંભળે. આ સાથે તેમણે બિનઅનામત વર્ગનાં તમામ લોકોને આહવાન કર્યુ છે કે તેઓ આ લડાઇમાં તેમની સાથે જોડાય. બંભણિયાએ કહ્યુ કે, આવનારા અમુક કલાકોમાં સરકાર ચોખવટ કરે કે તે અમારી સાથે વાત કરશે કે નહી. વધુમાં કહ્યુ કે, રાજ્યમાં અન્ય પરીક્ષાઓની પણ ઘણી ફરીયાદો સામે આવી છે, જેના કૌભાંડો પણ અમે બહાર પાડીશું.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.