IPL 2023/ લખનૌએ દિલ્હીને 50 રનથી હરાવ્યું, માર્ક વૂડે લીધી પાંચ વિકેટ

શનિવારે રમાયેલી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સને 50 રનથી હરાવ્યું હતું

Top Stories Sports
11 લખનૌએ દિલ્હીને 50 રનથી હરાવ્યું, માર્ક વૂડે લીધી પાંચ વિકેટ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની શરૂઆત ધમાકેદાર થઇ ગઇ છે. . શનિવારે (01 એપ્રિલ) રમાયેલી મેચમાં, લખનૌ સુપર જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સને 50 રનથી હરાવ્યું હતું. લખનૌ સુપર જાયન્ટ્સની જીતનો હીરો હતો કેરેબિયન ક્રિકેટર કાયલ મેયર્સ જેણે 73 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સાથે જ ઈંગ્લિશ ફાસ્ટ બોલર માર્ક વૂડે પણ ઘાતક બોલિંગ કરતા પાંચ વિકેટ ઝડપી હતી. 194 રનના ટાર્ગેટનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે સારી શરૂઆત કરી હતી અને ડેવિડ વોર્નરે પૃથ્વી શૉ સાથે મળીને પ્રથમ વિકેટ માટે 43 રન જોડ્યા હતા. માર્ક વૂડે સતત બે બોલમાં વિકેટ લઈને દિલ્હીને ઊંડો ઝટકો આપ્યો હતો. વુડે પહેલા પૃથ્વી શૉને બોલ્ડ કર્યો, પછીના બોલ પર મિશેલ માર્શને પણ બોલ્ડ કર્યો. વુડે તેની આગામી ઓવરમાં વિકેટકીપર સરફરાઝ ખાનને આઉટ કર્યો. ગૌતમના હાથે ઝડપાયો હતો. જેના કારણે દિલ્હીનો સ્કોર સાત ઓવરમાં ત્રણ વિકેટે 48 રન થઈ ગયો હતો. અહીંથી દિલ્હીના બેટ્સમેનોએ અંત સુધી સંઘર્ષ કર્યો

ઉલ્લેખનીય છે કે IPLની 16મી સિઝનની ત્રીજી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. લખનૌએ તેમના હોમ ગ્રાઉન્ડ પર દિલ્હી સામે 50 રનથી જંગી જીત નોંધાવી હતી. દિલ્હીએ મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. લખનૌએ 20 ઓવરમાં છ વિકેટે 193 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે 143 રન જ બનાવી શકી હતી

અવેશ ખાને લખનૌ સુપર જાયન્ટ્સને સૌથી મોટી સફળતા અપાવી. તેણે 16મી ઓવરના છેલ્લા બોલ પર દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ડેવિડ વોર્નરને આઉટ કર્યો હતો. વોર્નર 48 બોલમાં 56 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં સાત ચોગ્ગા ફટકાર્યા હતા. દિલ્હીએ 16 ઓવરમાં સાત વિકેટે 113 રન બનાવ્યા હતા