IPL/ લખનઉ ફ્રેન્ચાઇઝીએ ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન વિજય દહિયાને સોંપી મોટી જવાબદારી

IPL 2022માં આ વખતે 10 ટીમો ભાગ લેવા જઈ રહી છે. IPL 2022 માં જોડાતી નવી ટીમ લખનઉ ફ્રેન્ચાઇઝીએ ભૂતપૂર્વ ભારતીય વિકેટ-કીપર બેટ્સમેન વિજય દહિયાને તેના સહાયક કોચ તરીકે નિયુક્ત કર્યા છે.

Sports
વિજય દહિયા

IPL 2022માં આ વખતે 10 ટીમો ભાગ લેવા જઈ રહી છે. IPL 2022 માં જોડાતી નવી ટીમ લખનઉ ફ્રેન્ચાઇઝીએ ભૂતપૂર્વ ભારતીય વિકેટ-કીપર બેટ્સમેન વિજય દહિયાને તેના સહાયક કોચ તરીકે નિયુક્ત કર્યા છે.

આ પણ વાંચો – First ODI / ODI ક્રિકેટને પૂરા થયા 51 વર્ષ, જાણો પ્રથમ મેચ કયા દેશ, ક્યા અને કેવી રીતે રમાઈ હતી?

સંજીવ ગોએન્કાની માલિકીની લખનઉ ફ્રેન્ચાઇઝીએ ઝિમ્બાબ્વેનાં ભૂતપૂર્વ બેટ્સમેન એન્ડી ફ્લાવરને તેના મુખ્ય કોચ અને ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન ગૌતમ ગંભીરને માર્ગદર્શક તરીકે જાહેર કર્યા હતા. જણાવી દઇએ કે, દહિયા હાલમાં ઉત્તર પ્રદેશનાં કોચ છે. લખનઉ ફ્રેન્ચાઇઝીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લખ્યું, ‘વિજય દહિયા લખનઉમાં આપનું સ્વાગત છે.’ દહિયા અગાઉ IPLમાં KKRનાં આસિસ્ટન્ટ કોચ તરીકે કામ કરી ચૂક્યો છે. 48 વર્ષીય વિજય દહિયાએ ભારત માટે બે ટેસ્ટ અને 19 વનડે રમી છે. તેણે વનડેમાં 216 અને ટેસ્ટમાં બે રન બનાવ્યા છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં દહિયાએ 84 મેચમાં 3532 રન બનાવ્યા છે અને વિકેટ પાછળ 196 કેચ પકડ્યા છે. આ સિવાય તેણે 20 સ્ટમ્પિંગ પણ કર્યા છે. લિસ્ટ A કેરિયરમાં દહિયાએ 83 મેચમાં 1389 રન બનાવ્યા છે અને 80 કેચ પણ લીધા છે. જેમા તેણે 23 સ્ટમ્પિંગ કર્યા છે.

Instagram will load in the frontend.

આ પણ વાંચો – Shocking / ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે યૌન શોષણની કરી ફરિયાદ, પોલીસે શરૂ કરી તપાસ

દહિયાનાં કોચ રહેતા KKRએ બે વખત IPL ટ્રોફી જીતી હતી. લાંબા સમયથી અટકળો લગાવવામાં આવી રહી છે કે IPL 2022માં KL રાહુલને લખનઉ ફ્રેન્ચાઇઝીની કમાન મળશે. IPL 2021માં પંજાબ કિંગ્સનું નેતૃત્વ કરતી વખતે રાહુલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. લખનઉ ફ્રેન્ચાઈઝીની ટીમનું નામ અને જર્સી હજુ નક્કી કરવામાં આવી નથી. લખનઉ ફ્રેન્ચાઇઝીએ ટીમ માટે સોશિયલ મીડિયા પર લોકોનો અભિપ્રાય માંગ્યો છે.