નવરાત્રિ/ મિરાંદે શાહ દ્વારા સ્વરબદ્ધ તથા લિખિત “ ઘૂમ્યો મા તારો ગરબો” ગીત રીલીઝ થયું

મિરાંદે દ્વારા ગરબામાં વધુ શબ્દો (લિરિક્સ) ઉમેરી તથા તેને કમ્પોઝ કરી અને નૃત્યના સમન્વય સાથે મા અંબાની ભક્તિ અને મહિમા વર્ણવ્યો છે. આ ગીતના શબ્દોથી તમારામાં અદભુત ઉર્જા જાગી ઉઠશે

Entertainment
ghumyo maa taaro garbo મિરાંદે શાહ દ્વારા સ્વરબદ્ધ તથા લિખિત “ ઘૂમ્યો મા તારો ગરબો” ગીત રીલીઝ થયું

નવરાત્રિને ટૂંક જ સમયની વાર છે ત્યારે ખેલૈયાઓની સાથે સાથે કલાકારોનો પણ મોજમાં આવી ગયા છે. છેલ્લા બે વર્ષથી નવરાત્રિનો ચાર્મ કોરોનાના કારણે ખોવાઈ ગયો હતો પરંતુ આ વર્ષે કોરોનાનો કહેર ઓછો થતાં ખેલૈયાઓ સહિત કલાકારો પણ ઝૂમી ઉઠ્યા છે અને તેનું મૂળ કારણ છે કે સરકાર દ્વારા આ વર્ષે છૂટછાટ આપવામાં આવી છે. ભલે શેરીમાં તો શેરી પણ મોજથી ગરબા ગાવાની પ્રેક્ટિસ શરુ થઇ ગઈ છે. આવા જ પ્રસંગે કલાકારો પણ લોકોને તાલમાં નચાવવા માટે તૈયાર છે.

આ નવરાત્રિએ મિરાંદે શાહ “ઘૂમ્યો મા તારો ગરબો” ગીત લઈને આવી રહ્યા છે. મૂળ પરંપરાગત ગરબો છે અને તેની હુકલાઈન પણ તે જ છે પરંતુ મિરાંદે દ્વારા ગરબામાં વધુ શબ્દો (લિરિક્સ) ઉમેરી તથા તેને કમ્પોઝ કરી અને નૃત્યના સમન્વય સાથે મા અંબાની ભક્તિ અને મહિમા વર્ણવ્યો છે. આ ગીતના શબ્દોથી તમારામાં અદભુત ઉર્જા જાગી ઉઠશે, પગ થનગનાટ કરવા માંડશે અને ગરબાના તાલે તમે ઝૂમી ઉઠશો.

મિરાંદે શાહ એક ગાયિકાની સાથે ગીતકાર પણ છે. તેમણે ભારતીય શાસ્ત્રીય સંગીતની તાલિમ પણ લીધી છે. તેણે માત્ર 14 વર્ષની ઉંમરે ગાયનની શરૂઆત કરી હતી.  આ ઉપરાંત તેમણે ગઝલ, સૂફી સહિત સંગીતના દરેક ક્ષેત્રમાં ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે રાજીવ ગાંધી એવોર્ડ, ગુજરાત આઇકોનિક ફિલ્મ એવોર્ડ, સખી શક્તિ પુરસ્કાર અને ઘણા વધુ જેવા પુરસ્કારો પણ મેળવ્યા છે તથા સરહદ પાર પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને ખ્યાતિ અપાવી છે.

ગીતને અહીં માણો :