Not Set/ મધ્યપ્રદેશ/ બસ અને ટ્રકની ટક્કરમાં 9 મુસાફરોનાં મોત, 23 લોકો ઘાયલ

મધ્યપ્રદેશનાં રેવા જિલ્લામાં ખાનગી પેસેન્જર બસ અને ટ્રકની ટક્કરમાં નવ મુસાફરોનાં મોત નીપજ્યાં અને 23 ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે. પોલીસ અધિક્ષક આબીદ ખાને આઈએએનએસને જણાવ્યું હતું કે, “ગુરુવારે સવારે રીવાથી સીધી જઇ રહેલી બસ ટ્રક સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર નવ લોકોનાં મોત નીપજ્યાં છે, અને […]

Top Stories India
Rewa મધ્યપ્રદેશ/ બસ અને ટ્રકની ટક્કરમાં 9 મુસાફરોનાં મોત, 23 લોકો ઘાયલ

મધ્યપ્રદેશનાં રેવા જિલ્લામાં ખાનગી પેસેન્જર બસ અને ટ્રકની ટક્કરમાં નવ મુસાફરોનાં મોત નીપજ્યાં અને 23 ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે. પોલીસ અધિક્ષક આબીદ ખાને આઈએએનએસને જણાવ્યું હતું કે, “ગુરુવારે સવારે રીવાથી સીધી જઇ રહેલી બસ ટ્રક સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર નવ લોકોનાં મોત નીપજ્યાં છે, અને 23 લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા ઘણા લોકોની હાલત ગંભીર છે.”

પ્રત્યક્ષદર્શીઓનાં જણાવ્યા અનુસાર, આ ટક્કરને કારણે બસને ખૂબ જ નુકસાન થયું હતું અને મુસાફરો બસની અંદર ફસાયા હતા, જેને રાહત અને બચાવ કામગીરી દ્વારા બહાર કાઠવામાં આવ્યા હતા. મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે ઘાયલોની સારવાર કરવામાં આવી રહી છે.

મળી રહેલી માહિતી મુજબ બસમાં લગભગ 60 મુસાફરો હતા. બસની ગતિ વધારે હતી અને ત્યારે તે રસ્તાની બાજુમાં પાર્ક થયેલા ટ્રક સાથે ટકરાઇ હતી. મુસાફરોની સંખ્યા વધુ હોવાને કારણે આશંકા છે કે કેટલાક વધુ લોકો બસમાં અટવાઈ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.