National/ ગાયનું છાણ અને ગૌમુત્ર દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરી શકે છે : CM શિવરાજ સિંહ ચૌહાણ

સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે ગાય, તેનું છાણ અને મૂત્ર દેશ અને રાજ્યની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે, જો તેના માટે યોગ્ય સિસ્ટમ લાગુ કરવામાં આવે.

India
ગાયનું છાણ અને ગૌમુત્ર દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરી શકે છે : CM શિવરાજ સિંહ ચૌહાણ

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે ગાયના છાણ અને મૂત્રનો ઉપયોગ કરીને દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી શકાય છે. ભોપાલમાં ઈન્ડિયન વેટરનરી એસોસિએશનની મહિલા પાંખના સંમેલનને સંબોધતા શિવરાજ સિંહે એ આ વાત કહી. સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે ગાય, તેનું છાણ અને મૂત્ર દેશ અને રાજ્યની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે, જો તેના માટે યોગ્ય સિસ્ટમ લાગુ કરવામાં આવે.

શિવરાજ સિંહ ચૌહાણે કાર્યક્રમમાં ઉપસ્થિત પશુ ચિકિત્સકોને સંબોધતા કહ્યું કે ‘ગાય/બળદ વગર કામ ચાલી શકે નહીં’. સરકારે ગૌશાળા બનાવી છે, પરંતુ જ્યાં સુધી સમાજ નહીં જોડાય ત્યાં સુધી સરકારી ગૌશાળાઓ ચાલશે નહીં. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગૌમૂત્ર સાથે ગાયના છાણમાંથી જોઈએ તો આપણે આપણી પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી દેશને આર્થિક રીતે સક્ષમ બનાવી શકીએ છીએ.

 

તમને યાદ કરાવી દઈએ કે ગયા વર્ષે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગાયના દૂધ, ગોબર અને ગૌમૂત્રના ઉપયોગ પર ભાર મૂકતા કહ્યું હતું કે તંદુરસ્ત સમાજ માટે તેનો ઉપયોગ જરૂરી છે.

મહારાષ્ટ્ર / મુંબઈને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રેલવે પોલીસ કમિશનરે ટ્વીટ કરી કર્યા એલર્ટ, સ્ટેશનો પર સુરક્ષા વધારી

હિંદુત્વ પર રાજનીતિ / ભાજપનો દાવો છે કે કોંગ્રેસ શાસન હેઠળ ભારત આંશિક રીતે ‘મુસ્લિમ રાષ્ટ્ર’ હતું

National / દાઉદના સુત્રધારની પત્નીએ લગાવ્યો બળાત્કારનો આરોપ, હાર્દિક પંડયા, મુનાફ પટેલ અને રાજીવ શુક્લાના નામ સામેલ