અરવલ્લી/ હદ કરી માફિયાઓ બન્યા બેફામ, ખનીજ માફિયાઓએ લગાવ્યુ GPS

રાજ્યભરમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે.ત્યારે ખનીજ માફિયાઓએ સરકારી ગાડીમાં જ GPS લગાવી દીધું છે.

Gujarat Others
ખનીજ
  • સરકારી ગાડીમાં લગાવી દીધું GPS ટ્રેકર
  • અધિકારીઓના લોકેશન ટ્રેસ કરવાનું કૌંભાડ
  • પોલીસે સીમકાર્ડ GPS બોક્ષ કબજે કર્યા
  • અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઇ
  • સીમ કાર્ડ કોના નામે છે તેને લઈ તપાસ

રાજ્ય ભરમાં ખનીજ માફિયાઓનો ત્રાસ સતત વધી રહ્યો છે. આ દરમિયાન ખનીજ માફિયા દ્વારા સતત ખનીજ ચોરી કરી અને ખાણ ખનીજ વિભાગને દોડતું કરી રહ્યું છે. આ દરમિયાન અરવલ્લી જિલ્લામાં એક અનોખી ઘટના સામે આવી છે. ખનીજ માફિયાઓ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ખનીજ ચોરી આચારવાનો કિસ્સો સામે આવ્યો છે. અરવલ્લી જિલ્લા ખાણખનીજ વિભાગની સરકારી ગાડીમાં અજાણ્યા શખ્સોએ પોતાનો ઇરાદો પાર પાડવા જીપીએસ ટ્રેકર લગાવ્યું હોવાનું બહાર આવતાં ચકચાર મચી ગઈ છે.

ખાણખનીજ વિભાગનો સ્ટાફ એક દિવસ મોડાસાથી માલપુરના ફરેડી તરફ સરકારી ગાડી લઈને નીકળ્યો હતો અને બાદમાં ધનસુરા તરફ સરકારી ગાડી ગઈ હતી. પરંતુ ખાણખનીજ વિભાગને ગેરકાયદે ખનીજ વહન કરતું એક પણ વાહન હાથ લાગ્યું ન હતું. ત્યારે આ દરમિયાન ડ્રાઇવર ગાડીની સર્વિસ કરાવવા જતા પાટાની બાજુમાં બાજુમાં અને ડિઝલ ટેન્કની બાજુમાં કાળા કલરનું જૂના ચુંબક વાળું જીપીએસ લગાડેલું મળી આવ્યું હતું.

અરવલ્લી જિલ્લા ભૂસ્તર શાસ્ત્રની સરકારી ગાડીમાં એક કરતાં વધુ અજાણ્યા શખ્સોએ પોતાનો સમાન ઈરાદો પાર પાડવા પૂર્વ આયોજિત કાવતરું રચી સરકારી કર્મચારીઓના લોકેશન ટ્રેક કરવા જીપીએસ ટ્રેકર લગાવી દીધું છે.

ખનીજ માફિયાઓ દ્વારા પોતાની બિનઅધિકૃત પ્રવૃત્તિ કરવા સરકારી ગાડીમાં જીપીએસ ટ્રેકર લગાવી સરકારી કામકાજમાં રૂકાવટ કરી સરકારી કર્મચારીઓના લોકેશન જાણીને પોતાની બિનઅધિકૃત પ્રવૃત્તિ શરૂ રાખવા નો પ્રયાસ કરવામાં આવ્યો છે. તથા લોકેશન જાણી પોતાના વાહનો અન્ય રસ્તે ડાયવર્ટ કરી સરકારને આર્થિક નુકસાન પહોંચાડવાના ઇરાદાથી એકબીજાની મદદગારી કરીને ગુનો આચરતા હોવાના મામલે માઈન્ સુપરવાઇઝર નિલેશકુમાર પટેલે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સોલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચો:પાલ-ઉમરા બ્રિજ પર અકસ્માત, લગ્નમાંથી પરત ફરી રહે દંપતીને ઈકો કારે લીધા અડફેટે: પતિનું મોત

આ પણ વાંચો:વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને મોટી રાહત, આ કેસમાં થયા નિર્દોષ જાહેર

આ પણ વાંચો:PM મોદી પોતાના કપડાને લઈ વધુ એકવાર આવ્યા ચર્ચામાં, દેશવાસીઓને આપ્યો મોટો સંદેશ