Not Set/ જૂનાગઢમાં મહા શિવરાત્રિ મેળો યોજાશે કલેકટર દ્વારા કરવામાં આવી જાહેરાત

જૂનાગઢ કલેક્ટર કચેરીએ પણ એક મહત્વની બેઠક  યોજાઇ હતી.આ બેઠકમાં શિવરાત્રીના મેળાને લઈને વિવિધ મુદ્દે વિચારણા હાથ  ધરાયા હતા.

Top Stories Gujarat
Untitled 64 4 જૂનાગઢમાં મહા શિવરાત્રિ મેળો યોજાશે કલેકટર દ્વારા કરવામાં આવી જાહેરાત

જૂનાગઢમાં મહા શિવરાત્રિ મેળો યોજાશે
કલેકટર દ્વારા કરવામાં આવી જાહેરાત
સૌથી સારો મેળો યોજવાનો તંત્રનો દાવો
મેળાના આયોજન માટે બનાવાશે સમિતિઓ
દરેક યાત્રિકો માટે મેળો રહેશે ખુલ્લો
તમામ મુદાઓને લઈને કરવામાં આવી ચર્ચા

સાધુ સંતો, ધારાસભ્ય, પદાધિકારીઓ હાજરરાજયમાં  જયારે ગરવા ગિરનારમાં આગામી 25 ફેબ્રુઆરી મહા વદ નોમના દિવસથી શરૂ થતા શિવરાત્રીના મેળાને હવે ગણતરીના જ દિવસો બાકી રહી ગયા છે. શિવરાત્રીના મેળાને મંજૂરી મળે એટલા માટે જૂનાગઢ મહાનગર પાલિકાના પદાધિકારીઓ તથા ભાજપના આગેવાનોએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળીને રજૂઆત કરી હતી. ત્યારે એવા સામચાર સામે આવ્યા છે કે, ભવનાથની તળેટીમાં યોજાતા શિવરાત્રીના મેળા ને મંજૂરી આપવામાં આવી છે.

આ પણ  વાંચો:Bappi Lahiri Death / અંતિમ સફર પર બપ્પી દા, દીકરાએ આપ્યો પિતાની અર્થીને કાંધ-જુઓ ફોટો

જૂનાગઢ કલેક્ટર કચેરીએ પણ એક મહત્વની બેઠક  યોજાઇ હતી.આ બેઠકમાં શિવરાત્રીના મેળાને લઈને વિવિધ મુદ્દે વિચારણા હાથ  ધરાયા હતા.  પછી આ શિવરાત્રીના મેળાને લઈને આખરી નિર્ણય લેવામાં આવી શકે છે. કોરોનાકાળના કારણે છેલ્લાં બે વર્ષથી આ શિવરાત્રીનો મેળો મોકૂફ રાખવામાં આવ્યો હતો. ત્યારે કોરોનાની ગાઈડલાઈન મુજબ, મેળાને શરતી મંજૂરી મળવાના એંધાણ નજરે પડી રહ્યાં છે. . શિવરાત્રીના મેળાને મંજૂરી મળે એવી આશા ભક્તોમાં પણ જોવા મળી રહી છે. ત્યારે ભાવિક ભક્તોમાં પણ ખુશી જોવા મળી રહી છે.

આ પણ  વાંચો:Deltacron / કોરોનાનું નવું સ્વરૂપ, ઓમિક્રોન અને ડેલ્ટામાંથી બનાવવામાં આવ્યું છે, જાણો શું છે તેના લક્ષણો