Mahabharat/ ‘છે સમય બળવાન નહીં મનુષ્ય’, આભીર જેવા નબળા પ્રતિસ્પર્ધી સામે હારી ગયો બાણાવિર અર્જુન… 

આ કુરુક્ષેત્રનો શૂરવીર અર્જુન જ હતો. એણે એના શક્તિશાળી ગાંડીવ ધનુષનો જ ઉપયોગ કર્યો હતો. તે બંને અજેય હતા. માત્ર કુરુક્ષેત્રનું યુદ્ધ જ નહીં પરંતુ અર્જુને એના ગાંડીવ થકી અનેક યુધ્ધો જીત્યા હતા. છતાંય તે તેનાથી ઘણા જ નબળા પ્રતિસ્પર્ધી સામે હારી ગયો. આવું કેમ? કદાચ આ વખતે એની સાથે ભગવાન શ્રીકૃષ્ણ નહોતા! સમય એની તરફેણમાં નહોતો! આથી જ કહેવાય છે કે, “છે સમય બળવાન નહીં મનુષ્ય બળવાન!”

Dharma & Bhakti
keshod 13 'છે સમય બળવાન નહીં મનુષ્ય', આભીર જેવા નબળા પ્રતિસ્પર્ધી સામે હારી ગયો બાણાવિર અર્જુન... 

ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદથી પાંડવોએ કુરુક્ષેત્રનું યુદ્ધ જીતી લીધું. અર્જુન આ યુદ્ધનો શૂરવીર હતો. એણે એના ગાંડીવ ધનુષ થકી અનેક શસ્ત્રોનો ઉપયોગ કર્યો. અર્જુન અને એનું ગાંડીવ ધનુષ અજેય ગણાતા.

પાંડવોએ વર્ષો સુધી હસ્તિનાપુરમાં રાજ કર્યું. જયારે શ્રીકૃષ્ણના કુટુંબીજનો યાદવો અંદરો અંદરની લડાઈમાં માર્યા ગયા ત્યારે શ્રીકૃષ્ણને ખ્યાલ આવી ગયો કે હવે એમનો અંતકાળ નજીક છે. તેઓ એ પણ જાણતા હતા કે એમની દ્વારિકા સમુદ્રમાં ડૂબી જશે. આથી એમણે અર્જુનને સંદેશો મોકલ્યો કે તે દ્વારિકા આવીને બાળકો, સ્ત્રીઓ અને વૃધ્ધોને એની સાથે હસ્તિનાપુર લઇ જાય.

અર્જુન દ્વારિકા આવીને બાળકો, સ્ત્રીઓ અને વૃધ્ધોને એની સાથે લઇ ગયો. તેઓ ગાઢ જંગલમાંથી પસાર થતા હતા (અત્યારના સમયનું મધ્ય પ્રદેશ). આભીર નામની આદિવાસી જાતી એ જંગલમાં રાજ કરતી હતી. એમણે અર્જુનને રોક્યો અને તેઓ દ્વારિકાના લોકોને લુંટવા લાગ્યા.અર્જુને તેમનો સામનો કર્યો. અર્જુન અને આભીરો વચ્ચે લડાઈ થઇ.

કુરુક્ષેત્ર યુધ્ધના પરાક્રમી અર્જુને એના ગાંડીવ ધનુષનો ઉપયોગ કર્યો પણ વ્યર્થ! એ આભીરોને હરાવી ન શક્યો! દ્વારિકાના લોકો અર્જુનની નજર સામે જ લુંટાયા છતાં અર્જુન કાંઈ ન કરી શક્યો! કેટલીક સ્ત્રીઓ અને બાળકો તો આભીરો સાથે રહેવા જતા રહ્યા. અર્જુન શ્રીકૃષ્ણને આપેલું વચન પાળી ન શક્યો અને એમના કુટુંબીઓને સહી સલામત હસ્તિનાપુર ન લઇ જઈ શક્યો.