Not Set/ મહાજંગ – 2019 : ભરૂચ બેઠકની ચૂંટણીજંગનો ચિતાર, આવી છે આ બળિયાઓ વચ્ચે લડાઇ

ભરૂચમાં આ વખતે લોકસભાની ચૂંટણીમાં ત્રીપાખીયો જંગ જોવા મળ્યો છે. ભરૂચ એક પૌરાણિક નગર છે. ભૃગુઋષિની આ પાવન ભૂમિ  ઉપર નર્મદા તટે વસ્યું છે ભરૂચ. દાયકાઓ પૂર્વે મહત્વનાં જળમાર્ગનાં કારણે ડચ, વલંદા અને અંગ્રેજોએ ભરૂચ ઉપર કબ્જો મેળવવા અનેકવાર ચડાઈ કરી હતી જયારે સિદ્ધરાજ જયસિંહ જેવા મહાન રાજાઓએ આ નગર ઉપર રાજ કર્યું છે. ભરૂચ […]

Top Stories
BHARUCH1 મહાજંગ – 2019 : ભરૂચ બેઠકની ચૂંટણીજંગનો ચિતાર, આવી છે આ બળિયાઓ વચ્ચે લડાઇ

ભરૂચમાં આ વખતે લોકસભાની ચૂંટણીમાં ત્રીપાખીયો જંગ જોવા મળ્યો છે. ભરૂચ એક પૌરાણિક નગર છે. ભૃગુઋષિની આ પાવન ભૂમિ  ઉપર નર્મદા તટે વસ્યું છે ભરૂચ. દાયકાઓ પૂર્વે મહત્વનાં જળમાર્ગનાં કારણે ડચ, વલંદા અને અંગ્રેજોએ ભરૂચ ઉપર કબ્જો મેળવવા અનેકવાર ચડાઈ કરી હતી જયારે સિદ્ધરાજ જયસિંહ જેવા મહાન રાજાઓએ આ નગર ઉપર રાજ કર્યું છે. ભરૂચ લોકસભામાં સમાવિષ્ટ 7 વિધાનસભા સીટોમાં કરજણ, દેડિયાપાડા (એસ.ટી.), જંબુસર, વાગરા, ઝગડિયા, ભરૂચ અને અંકલેશ્વરનો સમાવેશ થાય છે. ભરૂચ લોકસભામાં કુલ મતદારોની સંખ્યા 15.56 લાખ છે. ભરૂચ લોકસભામાં અંદાજિત આદિવાસી 5 લાખ, મુસ્લિમ 3 લાખ 80 હજાર, ઓબીસી  2 લાખ 70 હજાર, પટેલ  7 લાખ 50 હજાર, દલિત 70 હજાર, રાજપૂત 60 હજાર, પરપ્રાંતિય એક લાખ અને અન્ય 97 હજાર મતદારો ધરાવે છે.

Bharuch map મહાજંગ – 2019 : ભરૂચ બેઠકની ચૂંટણીજંગનો ચિતાર, આવી છે આ બળિયાઓ વચ્ચે લડાઇ

રાજકીય ઇતિહાસ અને ભૌગોલિક પરિસ્થિતિ 

ભરૂચ બેઠક  લોકસભા ચૂંટણી  1984 સુધી કોંગ્રેસનો ગઢ રહી હતી પરંતુ દશકનાં અંતિમ તબક્કામાં હિન્દુત્વ સહિતનાં સમીકરણોએ બેઠકનાં સમીકરણો બદલી નાખ્યા અને કેસરિયા યુગનો પ્રારંભ થયો હતો. કોંગી દિગ્ગઝ અને રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલએ સતત ત્રણ ટર્મના વિજય બાદ ચોથી ટર્મમાં લોકસભા ચૂંટણી 1989 માં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. સ્વ. ચંદુભાઈ દેશમુખે 1 લાખથી વધુ માટે અહેમદ પટેલને પરાજિત કર્યા હતા જો કે પ્રજાનો વિશ્વાસ જીતવા 1991માં ફરી એકવાર ચૂંટણી લડી અહેમદ પટેલ પરાજયનું માર્જિન ઘટાડવામાં સફળ રહ્યા પરંતુ જીત મેળવી શક્યા  ન હતા. આ પરાજય બાદ અહેમદ પટેલએ છેલ્લી રાજ્યસભા ચૂંટણીને બાદ કરતા મતદાન પ્રક્રિયાનો સામનો કર્યો નથી. એક બાય ઈલેક્શન સહીત સતત ૯ લોકસભા ચૂંટણીમાં ભરૂચ બેઠક ઉપર ભગવો લહેરાયો છે. લોકસભા ચૂંટણી ૨૦૧૪માં મનસુખ વસાવાએ કોંગ્રેસનાં જયેશ પટેલને રેકોર્ડ ૧.૫૦ લાખ મતની સરસાઈથી પરાજય આપ્યો હતો. બેઠકનાં જાતિ સમીકરણ ઉપર નજર કરીએતો ૭૦ ટકા મતદાર આદિવાસી અને મુસ્લિમ છે માટે આ બેઠક ઉપર આ બંને જાતિનાં ઉમેદવારોની પસંદગી ઉપર ભાર મુકાય છે.

ભરૂચ લોકસભા બેઠક પર આ બળીયાઓ વચ્ચે છે ખરાખરીનો જંગ.

Three MP Candidate મહાજંગ – 2019 : ભરૂચ બેઠકની ચૂંટણીજંગનો ચિતાર, આવી છે આ બળિયાઓ વચ્ચે લડાઇ

મનસુખ વસાવા ( ભાજપ ઉમેદવાર)

મનસુખ વસાવાને સતત છઠ્ઠી ટર્મ માટે તક મળી.

ખાસિયત  – પ્રામાણિક, પ્રજા માટે સતત ચિંતિત રહે છે

ખામી – બેફામ નિવેદનોના કારણે વિવાદમાં રહે છે.

 

 

 

શેરખાન પઠાણ ( કોંગ્રેસ ઉમેદવાર)

શેરખાન પઠાણ અહેમદ પટેલના નજીકના ગણાય છે, તેઓ ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ છે.

આદિવાસી વિસ્તાર નેત્રંગના રહેવાસી હોઈ આદિવાસી સમાજ પર  પ્રભુત્વ.

ખાસિયત – ખુબ સક્રિય અને યુવા પાંખમાં લોકપ્રિય ચહેરો.

ખામી – વધુ પડતા મહત્વાકાંક્ષી અને છોટુ વસાવા સાથે ભૂતકાળની તકરારોના કારણે બદનામ.

 

છોટુ વસાવા (બીટીપી ઉમેદવાર)

એક સમયે તેઓ શરદ યાદવનાંજેડી (યુ)માં હતા.

હાલ છોટુ વસાવા બીટીપી  પક્ષનાં ઝગડિયાનાં ધારાસભ્ય છે.