Not Set/ #Maharashtra/ ઔરંગાબાદમાં રેલ્વે ટ્રેક પર સુઇ રહેલા પ્રવાસી મજૂરો ઉપરથી પસાર થઇ ટ્રેન, 15 લોકોનાં મોત

એક મોટા સમાચાર મહારાષ્ટ્રનાં ઔરંગાબાદથી સામે આવી રહ્યા છે, જ્યાં ટ્રેક ઉપર સૂતેલા પરપ્રાંતિય મજૂરોનું ટ્રેન પસાર થવાના કારણે મોત નીપજ્યું હતું. સુત્રોનાં જણાવ્યા અનુસાર, બધા રેલ્વે ટ્રેક પર સૂઈ રહ્યા હતા, આ દુર્ઘટના ઔરંગાબાદ જાલના રેલ્વે લાઈન પર થઇ, કરમાડ પોલીસ સ્થળ પર છે, પ્રાપ્ત માહિતી મુજબ શુક્રવારે સવારે 6.30 વાગ્યે ઔરંગાબાદ-જાલના રેલ્વે લાઇન […]

India
4f9c9a95e366c10cafe1789fb4da3810 1 #Maharashtra/ ઔરંગાબાદમાં રેલ્વે ટ્રેક પર સુઇ રહેલા પ્રવાસી મજૂરો ઉપરથી પસાર થઇ ટ્રેન, 15 લોકોનાં મોત

એક મોટા સમાચાર મહારાષ્ટ્રનાં ઔરંગાબાદથી સામે આવી રહ્યા છે, જ્યાં ટ્રેક ઉપર સૂતેલા પરપ્રાંતિય મજૂરોનું ટ્રેન પસાર થવાના કારણે મોત નીપજ્યું હતું. સુત્રોનાં જણાવ્યા અનુસાર, બધા રેલ્વે ટ્રેક પર સૂઈ રહ્યા હતા, આ દુર્ઘટના ઔરંગાબાદ જાલના રેલ્વે લાઈન પર થઇ, કરમાડ પોલીસ સ્થળ પર છે, પ્રાપ્ત માહિતી મુજબ શુક્રવારે સવારે 6.30 વાગ્યે ઔરંગાબાદ-જાલના રેલ્વે લાઇન પર આ ઘટના બની હતી, ફ્લાઈઓવર નજીક ટ્રેક પર સૂતા 15 પરપ્રાંતિય મજૂરોની દુર્ઘટના સ્થળે જ મોત થઇ, મરનારાઓમાં મજૂરોના બાળકોનો સમાવેશ થાય છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, તમામ મજૂરો સ્ટીલની ફેક્ટરીમાં કામ કરતા હતા અને બધા કામદારો ઔરંગાબાદથી ગામ તરફ જતી ટ્રેનને પકડવા જલનાથી ઔરંગાબાદ તરફ પગપાળા ચાલી રહ્યા હતા, રાતનાં કારણે આ બધાએ સટાના શિવાર વિસ્તારમાં ટ્રેક પર જ સુઇ ગયા હતા. સવારે આ ટ્રેક પરથી એક ગુડ્ઝ ટ્રેન પસાર થઈ અને 15 મજૂર તેની ઝપટમાં આવી ગયા.

આપને જણાવી દઇએ કે, લોકડાઉનને કારણે દેશભરમાં મજૂરો ફસાયેલા છે, જો કે કેન્દ્ર સરકારે કામદારોને તેમના રાજ્યો પર પરત મોકલવાની છૂટ આપી છે, ત્યારબાદ રાજ્ય સરકારોએ રેલ્વે ઉપરાંત બસોની વ્યવસ્થા કરી તેમના કામદારોને બોલાવ્યા છે. સરકાર દ્વારા ખાસ શ્રમિક ટ્રેનો પણ ચલાવવામાં આવી છે, જે મજૂરોને તેમના રાજ્યમાં લઈ જઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.