અનોખો વિરોધ/ ટામેટાની માળા પહેરીને પહોંચ્યા AAP સાંસદ, અધ્યક્ષ જગદીપ ધનખડે કર્યો વિરોધ

AAPના રાજ્યસભાના સભ્ય સતીશ ગુપ્તા બુધવારે સવારે ટામેટાની માળા પહેરીને સંસદ પહોંચ્યા અને તે પહેરીને ઉપલા ગૃહમાં બેઠા. અધ્યક્ષ ધનખડે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી

Top Stories India
Untitled 87 1 ટામેટાની માળા પહેરીને પહોંચ્યા AAP સાંસદ, અધ્યક્ષ જગદીપ ધનખડે કર્યો વિરોધ

ટામેટાના ભાવ આ દિવસોમાં આસમાને છે. આ મોંઘવારીનો વિરોધ કરવા માટે આમ આદમી પાર્ટીના સાંસદે અનોખો રસ્તો શોધી કાઢ્યો. રાજ્યસભામાં આમ આદમી પાર્ટી (AAP)ના એક સભ્ય બુધવારે ટામેટાની માળા પહેરીને રાજ્યસભા પહોંચ્યા હતા. જ્યારે અધ્યક્ષ જગદીપ ધનખડે તેમને આ રૂપમાં જોયા તો તેમણે AAP સભ્યના આ વર્તન સામે વાંધો ઉઠાવ્યો અને પોતાનું દુ:ખ પણ વ્યક્ત કર્યું.

AAPના રાજ્યસભાના સભ્ય સતીશ ગુપ્તા બુધવારે સવારે ટામેટાની માળા પહેરીને સંસદ પહોંચ્યા અને તે પહેરીને ઉપલા ગૃહમાં બેઠા. અધ્યક્ષ ધનખડે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેઓ આનાથી ખૂબ જ દુઃખી છે. દરમિયાન, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની મુંબઈમાં અટકાયતને લઈને ગૃહમાં હોબાળો થયો હતો.

 ગૃહ સ્થગિત કરતા પહેલા ધનખડે કહ્યું, “એક મર્યાદા છે. આપણે આપણું વર્તન સુધારી શકીએ છીએ. રાજ્યસભાના અધ્યક્ષ તરીકે હું ખૂબ જ દુઃખી છું.” ગૃહમાં પ્રવેશતા પહેલા ગુપ્તાએ કહ્યું, “ટામેટા હવે ખાવા માટે નથી રહ્યા, તે ઘરેણાં બની ગયા છે. ટામેટાનો ભાવ 250 રૂપિયા પ્રતિ કિલો, આદુનો ભાવ 350 રૂપિયા પ્રતિ કિલો થયો છે. ડીઝલ અને પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરને પાર કરી ગયા છે. ડોલર 85 રૂપિયાને પાર કરી ગયો છે.” તેમણે કહ્યું કે મોંઘવારી એક મોટો મુદ્દો છે પરંતુ સરકાર આ મુદ્દે ચર્ચા કરવા તૈયાર નથી.

તેમણે આરોપ લગાવ્યો કે ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે જાતિ અને ધર્મના આધારે ભારતનું વિભાજન કર્યું છે અને આના નામે વોટ લેવા માગે છે. તેમણે કહ્યું, “આખું મણિપુર બળી ગયું, આખું હરિયાણા બળી ગયું અને આખો દેશ મોંઘવારીથી સળગી રહ્યો છે. અમે ઇચ્છીએ છીએ કે ભાવ વધારાના મુદ્દે ગૃહનું ધ્યાન દોરવામાં આવે અને સરકાર તેને અંકુશમાં લે.

આ પણ વાંચો:કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો આરોપ, રાહુલ ગાંધીએ કર્યા ફ્લાઈંગ કિસના ઈશારા

આ પણ વાંચો:‘તમને વાગ્યું તો નથી ને?’ રસ્તા પર પડેલા સ્કૂટી સવારને રાહુલ ગાંધીએ મદદ માટે પૂછ્યું; VIDEO

આ પણ વાંચો:રાહુલ પર સ્મૃતિનો વળતો પ્રહાર, મણિપુરની મહિલાઓના દર્દના જવાબમાં બંગાળથી કાશ્મીર સુધીની વાર્તાઓ ગણાવી

આ પણ વાંચો: હું અદાણી પર બોલ્યો, વરિષ્ઠ નેતાને દુઃખ થયું – રાહુલ ગાંધી