Not Set/ #Maharashtra/ કોરોના સંક્રમિતોની સંખ્યા 40 હજારને પાર, મુંબઈ બની રહ્યુ છે નવુ વુહાન

લોકડાઉન હોવા છતાં, કોરોનાવાયરસનો દેશમાં કહેર વધતો જઇ રહ્યો છે. ભારતમાં કોરોનામાં 1 લાખ 12 હજારથી વધુ લોકોને ચેપ લાગ્યો છે, જ્યારે અત્યાર સુધી 3,400 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. દરમિયાન, કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્રમાં, ચેપનાં આંકડા 40 હજારને વટાવી ગયા છે. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસનાં […]

India
973df1645a31183e9cf0d0a590555166 1 #Maharashtra/ કોરોના સંક્રમિતોની સંખ્યા 40 હજારને પાર, મુંબઈ બની રહ્યુ છે નવુ વુહાન

લોકડાઉન હોવા છતાં, કોરોનાવાયરસનો દેશમાં કહેર વધતો જઇ રહ્યો છે. ભારતમાં કોરોનામાં 1 લાખ 12 હજારથી વધુ લોકોને ચેપ લાગ્યો છે, જ્યારે અત્યાર સુધી 3,400 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. દરમિયાન, કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્રમાં, ચેપનાં આંકડા 40 હજારને વટાવી ગયા છે.

8864d3c0dd515582a4e324ca646c0b39 1 #Maharashtra/ કોરોના સંક્રમિતોની સંખ્યા 40 હજારને પાર, મુંબઈ બની રહ્યુ છે નવુ વુહાન

આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસનાં 2,345 નવા કેસ નોંધાયા છે અને ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 41,642 પર પહોંચી ગઈ છે. વળી, મુંબઇમાં કોરોનાનાં 1,382 નવા કેસ સાથે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 25 હજારને વટાવી ગઈ છે. બીજી તરફ, એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી, ધારાવી, મુંબઇમાં કોવિડ-19 નાં 47 નવા કેસ નોંધાયા છે, જ બાદ ત્યાં કુલ કેસ વધીને 1,425 થઈ ગયા છે.

1ea54d84f1f94650020cb4d812c62f6a 1 #Maharashtra/ કોરોના સંક્રમિતોની સંખ્યા 40 હજારને પાર, મુંબઈ બની રહ્યુ છે નવુ વુહાન

અધિકારીએ કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં ચેપને કારણે ધારાવીમાં કોઈ દર્દીનું મોત નીપજ્યું નથી. તેથી, મૃત્યુઆંક 56 છે. અધિકારીએ જણાવ્યું કે 47 નવા કેસોમાંથી, મહત્તમ છ કેસ માટુંગા મજૂર કેમ્પમાંથી આવ્યા છે, ત્યારબાદ પાંચ કેસ મુકુંદ નગર વિસ્તારનાં છે. આપને જણાવી દઇએ કે, કોરોનાવાયરસનો વિશ્વનાં દેશો સહિત ભારતમાં કહેર વધી રહ્યો છે. અહેવાલો અનુસાર, આ વાયરસ 180 થી વધુ દેશોમાં ફેલાયો છે, તે અત્યાર સુધીમાં લગભગ સાડા ત્રણ લાખ લોકોનાં જીવ લઈ ચૂક્યો છે. વિશ્વભરમાં 49 લાખથી વધુ લોકોને ચેપ લાગ્યો છે. આ આંકડો દરરોજ વધી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.