Not Set/ મહારાષ્ટ્ર/ ગમખ્વાર બસ દુર્ઘટનામાં મૃત્યુ અંક વધીને થયો 26, 32 ઘાયલ

ગઇકાલે મહારાષ્ટ્રના દેવલામાં એક મોટો અકસ્માત થયો હતો. અહીં એક સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ ઓટો સાથે ટકરાઇ હતી અને બાદમાં બસ કૂવામાં ખાબકતા ભારે જનાહાની વેઠવાનો વારો આવ્યો છે. 30 થી 35 લોકો બસમાં સવાર હોવાની પ્રાથમીક જાણકારી સાથે ઘટના સમયે 13 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હોવાનું સામે આવી રહ્યું હતું. આ […]

Top Stories India
mh મહારાષ્ટ્ર/ ગમખ્વાર બસ દુર્ઘટનામાં મૃત્યુ અંક વધીને થયો 26, 32 ઘાયલ

ગઇકાલે મહારાષ્ટ્રના દેવલામાં એક મોટો અકસ્માત થયો હતો. અહીં એક સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ ઓટો સાથે ટકરાઇ હતી અને બાદમાં બસ કૂવામાં ખાબકતા ભારે જનાહાની વેઠવાનો વારો આવ્યો છે. 30 થી 35 લોકો બસમાં સવાર હોવાની પ્રાથમીક જાણકારી સાથે ઘટના સમયે 13 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હોવાનું સામે આવી રહ્યું હતું. આ ગમખ્વાર દુર્ઘટનામાં મૃત્યું અંક વધીને ડબ્બલ એટલે કે 26 થયો હોવાનું સામે આવી રહ્યું છે, તો 32 જેટલા લોકો ગંભીર રીતે ઘવાયા હોવાનું પણ જાણવામાં આવી રહ્યું છે. સ્થાનિક લોકો અને રેસ્ક્યુ ટીમ દ્વારા લોકોને બચાવવાની કામગીરી હજુ પણ ચાલુંં છે.

મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન અનિલ પરબ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, નાસિક નજીક અકસ્માત ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. મૃતકનાં સગાઓને સરકાર સહાય રુપે 10 લાખ રૂપિયાનું વળતર અને તમામ ઇજાગ્રસ્તોને મફત તબીબી સારવાર આપશે.

મળતી માહિતી મુજબ બસ માલેગાંવથી નીકળી અને નાસીક જઇ રહી હતી અને દેવલા પાસે આ અકસ્માત થયો હતો. હજી સુધી અકસ્માતનું કારણ જાણી શકાયું નથી. પ્રત્યક્ષદર્શીઓનું માનવું છે કે બસ અને ઓટો વચ્ચે ટકરાઈ હતી. જે બાદ બંને વાહનો નજીકના કૂવામાં પડી ગયા હતા.

View image on TwitterView image on TwitterView image on Twitter

ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં ગામ લોકો પણ મદદ કરી રહ્યા હતા. ઘાયલોને માલેગાંવની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન