Not Set/ કોરોનાને લઈને મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, 8મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને અપાશે પરીક્ષા વિના પ્રમોશન

મહારાષ્ટ્રમાં કોરોના  બેકાબૂ બન્યો છે. દેશમાં સૌથી  વધુ કોરોનાના નવા કેસો મહારાષ્ટ્રમાંથી આવી રહ્યા છે, આ દરમિયાન ઉદ્ધવ સરકારે મોટો નિર્ણય લીધો છે. તેમણે આ જાહેરાત 1 થી 8મા  ધોરણમાં ભણતા બાળકોના શિક્ષણને લઈને કરી છે.

Top Stories India
mhschool કોરોનાને લઈને મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, 8મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને અપાશે પરીક્ષા વિના પ્રમોશન

કોરોનાનો જે રીતે દેશભરમાં હાહાકાર જોવા મળી રહ્યો છે તેમાં મહારાષ્ટ્ર મોખરે છે અને ગમે તે ઘડીએ લોકડાઉન અંગે નિર્ણય લેવાય શકે તે પ્રકારની ચેતવણી મહારાષ્ટ્ર સરકાર દ્વારા આપવામાં આવી હતી, તેની વચ્ચે ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે.મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ બન્યો છે. દેશમાં સૌથી  વધુ કોરોનાના નવા કેસો મહારાષ્ટ્રમાંથી આવી રહ્યા છે, આ દરમિયાન ઉદ્ધવ સરકારે મોટો નિર્ણય લીધો છે. તેમણે આ જાહેરાત 1 થી 8મા  ધોરણમાં ભણતા બાળકોના શિક્ષણને લઈને કરી છે.

udhhdav12 કોરોનાને લઈને મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, 8મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને અપાશે પરીક્ષા વિના પ્રમોશન

રાજ્ય સરકાર કોઈપણ પરીક્ષા આપ્યા વિના  આઠમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને પ્રમોશન આપવા જઈ રહી છે, જ્યારે ધોરણ 9 અને 11 ના વર્ગના વિદ્યાર્થીઓને લઈને ટૂંક સમયમાં જ નિર્ણય લેવામાં આવશે. રાજ્યના શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે ટ્વિટર પર આ વિશે જણાવ્યું છે.

ગતિશીલ ગુજરાત / મુસાફરો ન મળવાના કારણે કેવડીયા-પ્રતાપ નગરની બે મેમૂ ટ્રેન અનિશ્ચિતકાળ માટે બંધ..!!, 2 મહિના અગાઉ PMએ કર્યું હતું ઉદ્ઘાટન

 મહારાષ્ટ્ર માધ્યમિક શિક્ષણ બોર્ડે તાજેતરમાં જ ધોરણ 10 અને 12 ની વર્ગની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરી છે. બંને વર્ગની બોર્ડ પરીક્ષા 23 એપ્રિલથી શરૂ થશે અને 21 મેના રોજ સમાપ્ત થશે. રાજ્યમાં નોવેલ કોરોના વાયરસની વધતી સંખ્યા દરરોજ રેકોર્ડ તોડી રહી છે.

ગુજરાત / રાજ્યમાં કોરોના કેસમાં વધારો થતા રેમડેસીવિર ઇન્જેક્શન અંગે ડ્રગ કમિશનરે કહ્યું,

અત્યાર સુધીમાં, છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ સકારાત્મક દર્દીઓ 47,827 રહ્યા છે. મહારાષ્ટ્રમાં મૃત્યુઆંક 55,379 પર પહોંચી ગયો છે. રાજ્યમાં કુલ મૃત્યુના મામલે વિશ્વમાં 14 મો ક્રમ છે. તે જ સમયે, રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 29 લાખ 4 હજાર 76 છે. આ સાથે, વિશ્વના કુલ કોવિડ -19 દર્દીઓમાં મહારાષ્ટ્ર 10 મા ક્રમે છે.

મુલાકાત / કાલથી બે દિવસ ખેડૂત નેતા રાકેશ ટિકેત ગુજરાતની મુલાકાતે,સતાવાર કાર્યક્રમની જાહેરાત,અમિત ચાવડાએ સંબોધી પ્રેસ કોન્ફરન્સ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…