મહારાષ્ટ્રના મંત્રી અને NCP નેતા નવાબ મલિકની તબિયત બગડતાં સોમવારે તેમને જેલમાંથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ નવાબ મલિકની હાલત ત્રણ દિવસથી ખરાબ હતી. તેણે મેડિકલ ગ્રાઉન્ડ પર સ્પેશિયલ કોર્ટ સમક્ષ જામીન અરજી કરી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આજે મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં તેની જામીન અરજી પર જવાબ દાખલ કરવાનું હતું. આ દરમિયાન નવાબ મલિકની તબિયત બગડી હતી.તેમના વકીલે જણાવ્યું હતું કે, મલિક છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા અને તેમની તબિયત બગડ્યા બાદ તેમને આર્થર રોડ જેલમાંથી સ્ટ્રેચર મારફતે જેજે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા
જો કે, EDએ પૂછ્યું છે કે જો મહારાષ્ટ્રના મંત્રીની હાલત ખરાબ હતી તો તેની જાણ તપાસ એજન્સીને કેમ ન કરવામાં આવી. તેના પર ઇડીએ આગામી તારીખે સુનાવણીની માંગ કરી હતી. પરંતુ કોર્ટે કહ્યું કે આરોપીનું સ્વાસ્થ્ય વધુ મહત્વનું છે. આવી સ્થિતિમાં વધુ સુનાવણી ચાલુ રહેશે.
આ પણ વાંચો:ઈમરાન ખાનની ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ, જાણો કેમ નોંધાઈ છે FIR
આ પણ વાંચો: હવામાન વિભાગના સારા સમાચારઃ ‘રાહતના વરસાદ’ની આગાહી
